32 C
Ahmedabad
Tuesday, April 30, 2024

એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 36 દિવસમા 36 ની છાતી રાખી 18 થી વધુ ચોરીના ગુનાને ચોરોએ અંજામ આપ્યો


વાહન ચોરી, ઘરફોડ ચોરી સહિતના ગુનાઓને એકાંતર દિવસે ચોરો બેખોફ થયને અંજામ આપી રહ્યા છે.

Advertisement

હિંમતનગર શહેરમાં ચોરોએ જાણે ચોરી કરવાની પરમિશન લીધી હોય તેમ બેખોફ થઈને ચોરી તેમજ લૂંટ સહિતના ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરોએ પોતાના મોસ્ટ ફેવરેસ્ટ સ્થળ તરીકે સિલેક્ટ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. આંતરા દિવસે મન ફાવે તે જગ્યાએથી કોઈપણ જાતનો ડર રાખ્યા વગર બિન્દાસથી ચોરીઓને અંજામ આપી રહ્યા છે.

Advertisement

એકાંતર દિવસે બાઈક, કાર તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓને તસ્કરો દ્વારા બેખોફ બનીને અંજામ આપવામાં આવી રહ્યો છે. વાત એ છે કે પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં કોઈ કસર છે કે પછી ચોરો સામે કોઈ કાર્યવાહી ન થતી હોવાથી તેમની હિંમત વધી રહી છે તેવું આ સતત થય રહેલ ચોરીઓના ગુનાઓને જોઈને લાગી રહ્યું છે. દિવસે દિવસે ચોરીઓના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે શહેરના લોકોમાં હવે ચોરીની દહેશત ફેલાઈ ગઈ છે. હવે વધતા જતા ગુનાઓ પર એ ડિવિઝન પોલીસ કાબુ મેળવે છે કે કેમ તે સવાલો ઉભા થાય છે. હાલમા તો મોટરસાયકલ ચાલકોને પોતાની મોટરસાયકલની સુરક્ષા જાતે કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!