દિલ્હી સહિત આસપસાના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. ગુરૂગ્રામ અને ફરિદાબાદમાં ભારે વરસાદને વરસ્યો હતો. ગુરૂગ્રામમાં વરસાદી માહોલને લઇને હાઈવે પર 5 KM લાંબો ટ્રાફિક જામ થયો હતો હાઈવેના સર્વિસ લેન પણ પાણીથી ભરાઈ ગયો હતો, જેને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ફરિદાબાદમાં ધીમી ધારે વરસાદ થયો હતો, જેથી પાણી ભરાઈ જવાના દ્રશ્યો ઠેર-ઠેર સર્જાયા હતા. હવામાન વિભાગે ગુરૂવાર અને શુક્રવારે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ગુરૂગ્રામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી ટ્રાફિક જામ થતાં વાહન બહાર કાઢવામાં ટ્રાફિક પોલિસને ભારે જહેમત ઉઠાવવા પડી હતી તો બીજી બાજો વરસાદી માહોલની મજા માણતા બાળકો નજરે પડ્યા હતા.
શુક્રવારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતા ગુરૂગ્રામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવાઈઝરી જાહેર કરીને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ માટે અનુમતી આપી દીધી છે. આ સાથે જ હવામાન વિભાગે ગુરૂગ્રામ અને આસપાસના વિસ્તારોમાં 27 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરી છે.