36 C
Ahmedabad
Tuesday, April 30, 2024

અરવલ્લી : ACBએ મોડાસા પ્રાંત કચેરીનો ક્લાર્કને 500ની લાંચ લેતો દબોચી લીધો, બંદૂકના લાઇસન્સ રીન્યુ માટે ખેડૂત પાસે લાંચ માંગી


મોડાસા પ્રાંત કચેરીમાં બજાવતો રોહિત પુરાણી ગણતરીના દિવસોમાં નિવૃત્ત થવાનો હતો

અરવલ્લી જીલ્લામાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે બંને જીલ્લામાં કેટલાક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે “ભ્રષ્ટાચાર એજ શિષ્ટાચાર” બનાવી દીધો હોય તેમ સરકારી કામકાજમાં કાયદાનો ભય બતાવી રૂપિયા ખંખેરવામાં રચ્યા પચ્યા રહે છે મોડાસા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતો લાંચીયો ક્લાર્ક પાક રક્ષણ પરવાનાના (બંદુક) ના રીન્યુ માટે અરજી કરનાર ખેડૂત પાસેથી 500 રૂપિયાની લાંચ માંગતા ખેડૂત સમસમી ઉઠ્યો હતો ખેડૂત લાંચ આપવા માંગતો ન હોવાથી અરવલ્લી એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી લાંચિયા ક્લાર્કને કચેરીમાંજ રંગેહાથે લાંચ લેતા દબોચી લેતા મોતિયા મરી ગયા હતા

Advertisement

અરવલ્લી એસીબી પીઆઈ એચ.પી.કરેણ અને તેમની ટીમે મોડાસા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા રોહિત લક્ષ્મણ પુરાણીને છટકું ગોઠવી કચેરીમાં જ ફરિયાદી પાસેથી 500 રૂપિયા લાંચ લેતો ઝડપી પાડતા લાંચિયા ક્લાર્કના હોશકોશ ઉડી ગયા હતા ખેડૂતે મોડાસા પ્રાંત કચેરીમાં પાક રક્ષણ પરવાનો રીન્યુ કરવા માટે જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે ચલણ ભરી ઓનલાઈન નિયમાનુસાર અરજી કરી હતી તેમ છતાં મોડાસા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતો રોહિત લક્ષ્મણ પુરાણીએ પાક રક્ષણ પરવાના રીન્યુ કરવા પાંચસો રૂપિયાની લાંચ માંગી પરવાનો રીન્યુ કરવામાં ઠાગા ઠૈયા કરતા ખેડૂતે એસીબીનો સંપર્ક કરતા સોમવારે બપોરે છટકું ગોઠવી દબોચી લઇ અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને રિમાન્ડ માટે તજવીજ હાથધરી લાંચિયા અધિકારીના ઘરે બેનામી સંપતિ માટે સર્ચ હાથધર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

Advertisement

અરવલ્લી એસીબીએ જીલ્લા સેવાસદન કચેરીમાં સફળ ટ્રેપ કરતા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો એસીબીની ટ્રેપ થી સમગ્ર કચેરીમાં સન્નાટો ફેલાયો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!