37 C
Ahmedabad
Tuesday, April 30, 2024

અરવલ્લી SP સંજય ખરાતે વ્યાજખોરીના દુષણને ડામવા લોક દરબાર યોજ્યો : ટાઉન પોલીસ સ્ટેશનમાં 150થી વધુ અરજદારોએ રજુઆત કરી


અરવલ્લી SP સંજય ખરાતે વ્યાજખોરીના દુષણને ડામવા લોક દરબાર યોજ્યો : ટાઉન પોલીસ સ્ટેશનમાં 150થી વધુ અરજદારોએ રજુઆત કરી

Advertisement

વ્યાજના વિષચક્રમાં ફસાયેલ 11 અરજદારોએ લેખિત અરજી કરી

Advertisement

અરવલ્લી જીલ્લામાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ન આવે તે માટે જીલ્લા પોલીસ કટિબધ્ધ બની છે વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં ફસાયેલા અને વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકોને ન્યાય મળે અને જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ધિરાણ ધરી વ્યાજ વસૂલી કરતા લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરે તે માટે જીલ્લા પોલીસવડા સંજય ખરાત અને ડીવાયએસપી કે..જે.ચૌધરીની ઉપસ્થિતીમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસપી સંજય ખરાતે અરજદારોને સાંભળ્યા હતા લોક દરબારમાં જીલ્લાના પોલીસ અધિકારીઓએ અરજદારો પાસેથી માહીતી લીધી હતી

Advertisement

જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થીક સંકડામણના કારણે પોતાના સારા નરસા પ્રસંગો ઉકેલવા અને જરુરીયાતો પુરી કરવા વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણા મેળવતા હોય છે. જેનો ફાયદો ઉઠાવી વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે. અને જો વ્યાજ કે મુદલ ન ચુકવી શકાય તેની મિલ્કતો ગેર કાયદેસર રીતે ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે.પરંતુ સામાન્ય વ્યક્તિઓ તેમના ડરના કારણે પોતાના જીવનનો અંત આણી દેતા હોય છે. કેટલાક પરિવારો ઘરબાર ત્યજી વ્યાજંકવાદીઓના ત્રાસથી પલાયન થઇ જવા મજબુર બને છે

Advertisement

અરવલ્લી જીલ્લામાં વ્યાજખોરોનો આતંક વધતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતની ઉપસ્થિતીમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીના દુષણને ડામવા લોક દરબાર યોજાતા 150થી વધુ અરજદારો લોક દરબારમાં પહોંચ્યા હતા અને એસપી સહીત અન્ય પોલીસ અધિકારીઓએ અરજદારોને સાંભળ્યા હતા અને વ્યાજખોરો સામે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા અપાતા અરજદારો પણ આશાનું કીરણ લઇ હસતા મોઢે ઘરે પરત ગયા હતા

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું હતું કે મોટા ભાગે ગરીબ લોકો વ્યાજખોરીનો વધુ ભોગ બનતા હોય છે અને પોલીસ પાસે જતા ડર તા હોવાથી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજ્યા પછી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ટાઉન,રૂરલ સહીત જીલ્લામાં વ્યાજખોરીનો ભોગ બનેલા લોકો માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો અને આગામી સમયમાં જીલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીના દુષણને ડામવા લોક દરબાર યોજવામાં આવશે અને વ્યાજખોરીનું દુષણ દૂર કરવા પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!