અરવલ્લી જિલ્લામાં વીજ તંત્રની કામગીરી ખેડૂતો તોબા પોકારી ઊઠ્યા છે આ વચ્ચે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ આવી જ છે. ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો નથી મળતો, ક્યાંક વીજ પોલિસ અને વીજ વાયરથી તણખલાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચી રહ્યું છે, ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી ચૂકી છે પણ હવે વીજ તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું સ્પષ્ટ લાગે છે.
મોડાસા તાલુકાના ખડોદા ગામે ઠેર – ઠેર વીજ વાયરો લટકતા જોવા મળી રહ્યા છે, અને શાળાઓની આસપાસના વિસ્તારોમાં ખુલ્લી વીજ ડીપી થી જીવનું જોખમ મંડરાઈ રહ્યું છે. શાળાના તેમજ ગામના બાળકો પણ વીજ ડીપી નજીક જોવા મળે છે. ગ્રામજનોનું કહેવું છે કે, અનેકવાર વીજ તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર નિંદ્રાધિન છે અને કોઇ જ કાર્યવાહી નથી કરતું.
વીજ તંત્રને ગ્રામજનોએ અનેકવાર વીજ ડીપી ને લઇને રજૂઆતો કરી છે, પણ વીજ તંત્રના અધિકારીઓ ઓફિસરમાં બેસી રહેવા મજબૂર બન્યા છે કારણ કે, તેમને લોકોનો જીવ વ્હાલો નથી પણ પોતે તાપમાં કેવી રીતે નિકળે તે પ્રશ્ન છે. સ્થાનિક લોકોએ આખરે કંટાળીને સોશિયલ મીડિયા થકી પોતાની પ્રતિક્રિયાઓ ઠાલવી છે. ત્યારે હવે વીજ તંત્ર દ્વારા વીજ વાયર અને વીજ ડીપી બાબતે ક્યારે કાર્યવાહી કરે છે તે સવાલ છે.
સાંભળો સોશિયલ મીડિયા પર લોકોએ કેવી રીતે રોષ ઠાલવ્યો