30 C
Ahmedabad
Saturday, May 4, 2024

રોડ નું બેસણું યોજવું પડ્યું…. રોડને આપી શ્રદ્ધાંજલિ : 25 કરોડના ખર્ચે બનાવેલ બાયડના ગાબટ-ઓઢા રોડ પર ભ્રષ્ટાચાર બૂમો પાડવા લાગ્યો


અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાની બૂમો સતત ઉઠી રહી છે સરકારી ગ્રાન્ટમાંથી કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ રાજકારણ સાથે સંકળાયેલા પદાધિકારીઓ મીલીભગતથી બારોબારીયું કરી પ્રજાજનોને મૂર્ખ બનાવી રહ્યા હોય તેમ હલકી કક્ષાના કામકાજ કરી રહ્યા છે બાયડનો ઓઢા-ગાબટ રોડ 25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમમાંથી રોડ પ્રથમ વરસાદમાં જ રોડ પર તિરાડો પડી જતા અને બેસી જતા જાગૃત નાગરિકોએ રોડ પર બેસણું યોજાતા વાહનચાલકો અને લોકોમાં ભારે અચરજ ફેલાયું હતું

Advertisement

ગુજરાત હાઇકોર્ટના ધારાધોરણ પ્રમાણે કોન્ટ્રાક્ટરો રોડ બનવા તૈયાર નથી.રોડ નિર્માણ કામમાં કોન્ટ્રાકરો અને અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ થતો હોય છે અરવલ્લી જીલ્લામાં વિકાસના કામોમાં પ્રજાજનો કરતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ વધુ થઇ રહ્યો હોવાના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે જીલ્લામાં થતા વિકાસના કામોમાં વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓ અને પદાધિકારીઓના પગ તળે રેલો આવી શકે છે.

Advertisement

કોની મીલી ભગતથી આવા રોડ થાય છે તે પણ સવાલ, પ્રજાના પૈસાનું પાણી થશે તો પ્રજા સવાલ ઉઠાવશે જ

Advertisement

બાયડ તાલુકાના ઓઢા ગામ થી ગાબટ સુધી તાજેતરમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડના કામકાજ દરમિયાન અનેક વાર સ્થાનિક લોકોએ હલકી કક્ષાનું અને ટેન્ડર પ્રમાણે કોન્ટ્રાકટર રોડ બનાવવામાં કામકાજ કરતો ન હોવાની સાથે ભારે ગેરરીતિ આચરવામાં આવતી હોવાની બૂમો ઉઠી હતી તેમ છતાં જવાબદાર તંત્રના અધિકારીઓએ આંખ આડા કાન કરતા રોડનું કામકાજ નિમ્ન કક્ષાનું કરતા પ્રથમ વરસાદમાં રોડ પર તિરાડો અને સાઈડ પરથી બેસી જતા જાગૃત નાગરિકોએ રોડ પર ભ્રષ્ટાચારનું બેસણું યોજી આક્રોશ યોજી ગાઢ નિંદ્રામાં રહેલા અધિકારીઓને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!