સમગ્ર ગુજરાતભરમાં યુવાનો ના હકો માટે લડનારા, ગૌ રક્ષા તેમજ પ્રાણીઓ, વનીકરણ હિત માટે કાર્ય કરનારા, સનાતન ધર્મ પ્રચારક, હિન્દૂ યુવા વાહીની અરવલ્લી જિલ્લા અધ્યક્ષ હર્ષુ પંડયા ની સેવાકીય કામગીરી ને ભારત સરકારે બિરદાવી છે . યુવા અગ્રણી હર્ષુ પંડયા ની એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા ભારત સરકાર દ્વારા અરવલ્લી જિલ્લા એનિમલ વેલ્ફેર ઓફિસર તરીકે નિયુક્તિ કરાઈ છે. તેઓ ને સોપાયેલી જવાબદારી મુજબ વન્ય જીવ, પશુ પરિવહન અને પુશુઓ પર થતા અત્યાચાર ની તપાસ કરવા, કાનૂની કાર્યવાહી કરવા અધિકાર રહેશે. વિવિધ સામાજિક – ધાર્મિક સેવાઓ સાથે સંકળાયેલા હર્ષુ પંડયા ની એનિમલ વેલ્ફેર ઓફિસર તરીકે નિમણૂક થતા સમગ્ર યુવા ટીમ દ્વારા શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી..