38 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી જિલ્લામાં બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત, મોડાસા PHC કેન્દ્ર ખાતે લાભાર્થીઓને અપાયો બૂસ્ટર ડોઝ


કોરોના વાઈરસની મહામારીથી બચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વમાં સૌપ્રથમવ ભારતમાં વેક્શિનેશનની શરૂઆત કરી હતી, ત્યારે કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં લોકો કોરાના સામે સુરક્ષિત થયા, જોકે કોરોનાની દહેશત વધતા ત્રીજો ડોઝ આપવાની જાહેર કરાઈ હતી, જેમાં ફ્રંટ લાઈવ વર્કર તેમજ સીનિયર સિટિઝન માટે બૂસ્ટર ડોઝ સરકાર દ્વારા આપવામાં આવતો હતો, અને અન્ય લોકોએ ખાનગી હોસ્પિટલમાં બૂસ્ટર ડોઝ આપવા માટેની ખાસ વ્યવસ્થા હતી, જોકે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સપ્ટેમ્બર 2022 સુધી બૂસ્ટર ડોઝ આપવા માટે વિશેષ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે, જે આગામી સપ્ટેમ્બર મહિના સુધી ચાલનાર છે.

Advertisement

કોરોનાના કેસમાં વધારાની ચિંતાથી અરવલ્લી જિલ્લામાં બૂસ્ટર ડોઝ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લાના 142 કેન્દ્રો પર બૂસ્ટર ડોઝ અભિયાનની શરૂઆત કરાઈ છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બૂસ્ટર ડોઝ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી સપ્ટેમ્બર મહિના સુધી 18 થી 59 વર્ષના લોકોને આવરી લેવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં 8.55 લાખ લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના લોકોને વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેવા અપીલ કરાવમાં આવી રહી છે. આ અંગે અરવલ્લી જિલ્લાના કોવિડ નોડલ ઓફિસર ડોક્ટર કૌશલ પટેલે વધુ જાણકારી આપી હતી.

Advertisement

Advertisement

મોડાસાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અભિયાનનો શુભારંભ કરવા માટે મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ બિપીન પટેલ, જિલ્લા આરોગ્ય સમિતીના ચેરમેન અનુરૂદ્ધસિંહ ગાયકવાડ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!