28 C
Ahmedabad
Friday, April 26, 2024

મોડાસાના માઝૂમ જળાશયમાં પાણીની આવક થતાં પાણીનો ડહોળું થયું, પાણી ઉકાળીને પીવા લોકોને અપીલ


અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ રહી છે, ત્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે માઝૂમ જળાશયમાં નવા નીરની આવક થતાં પાણી ડહોળું થયું છે. મોડાસા નગર પાલિકા વિસ્તારમાં પીવાના પાણીને જથ્થો પુરો પાડવામાં આવે ત્યારે પાણી હવે ડહોળું થતાં પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષા મારફતે એનાઉન્સ કરીને લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

Advertisement

હાલ માઝૂમ જળાયમાં પાણીની આવક 22 હજાર ક્યુસેકથી પણ વધારે થઇ છે, જેને લઇને પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પીડાશ પડતું હોવાને લઇને પાણીને બે વાર ગાળવું જોઇએ અને ત્યારબાદ ઉકાળીને પાણીનો ઉપયોગ કરવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે, પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષા મારફતે એનાઉન્સમેન્ટ કરીને લોકોને જાણ કરવામાં આવી રહી છે.

Advertisement

સાંભળો,,, પાલિકાની અપીલ…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!