37 C
Ahmedabad
Wednesday, May 15, 2024

સાહેબ 4 મહિના ટકે એવો તો રોડ બનાવો : ભિલોડા-ઇડર હાઇવે પર લીલછા ગામના રોડ પર ગરનાળું બેસી ગયું, લોકોમાં ભારે રોષ


અરવલ્લી જીલ્લામાં વિકાસના કામકાજ હોય કે પછી સરકારી કચેરીને લગતા કામકાજ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર બનાવી દીધો છે માર્ગ અને મકાન વિભાગની કામગીરી તો ખાડે ગઈ હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે સરકારની કરોડો રૂપિયાની રોડની ગ્રાંટ માંથી મલાઈ તારવી લેવા સિવાય કોઈ કામ જ ન હોય તેમ હલકી કક્ષાનું કામકાજ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સતત થઇ રહ્યા છે ભિલોડા-ઇડર હાઇવે પર આવેલા લીલછા ગામમાં જવાનો તાજેતરમાં બનેલા રોડ પર ગરનાળું બેસી જતા ભુવો પડતા ગામલોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ગરનાળામાં પણ તિરાડો પડી જતા સમગ્ર રોડ કામની તપાસ વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે

Advertisement

 

Advertisement

ચોમાસાની ઋતુની શરૂઆત થાય એટલે હલકી ગુણવત્તાના બનેલા અનેક માર્ગોની પોલ ખોલી નાખતું હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડાના ઇડર હાઇવેથી લીલછા ગામ તરફ જવાના માર્ગની હલકી ગુણવત્તાની પોલ વરસાદે ખોલી નાખી છે,,લીલછા ગામ તરફ જવાનો માર્ગ ગામલોકો અને વાહનચાલકોની અનેક માંગો પછી આશરે બે માસ અગાઉ બનાવવામાં તો આવ્યો પણ માર્ગનું કામ યોગ્ય ગુણવત્તાનું ન થતા રસ્તામાં આવતા ગરનાળા પર ભુવા પડી ગયા હતા,,ગામલોકો અને વાહનચાલકો દ્વારા કરાયેલી મૌખિક રજુઆત ને લઈ તંત્ર દ્વારા ડામરનું મેટલ નાખી રાતોરાત પુરી દેવામાં આવ્યા હતા.

Advertisement

ત્યારબાદ પણ રસ્તા પર ગાબળા પડી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ માંથી બનાવેલ માર્ગ પરના ગરનાળા પર પ્રથમ જ વરસાદમાં ગાબળા પડી જતા રસ્તાની કામગીરી અને ગુણવત્તા પર અનેક સવાલો ઉભા થયા છે ત્યારે ગામલોકો અને વાહનચાલકો રસ્તાની કામગીરી અને ગુણવત્તા મામલે યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે,,જો રસ્તાની કામગીરીની યોગ્ય તપાસ નહીં કરાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!