29 C
Ahmedabad
Monday, April 29, 2024

LCB : સાબરકાંઠા એલસીબી ની વધુ એક પ્રશંસનીય કામગીરી, એક જ દીવસ મા ઇડર તેમજ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો


ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1,75,820/ તેમજ હિંમતનગર બી. ડી . વિસ્તારમાંથી 12,80/નો મુદ્દામાલ જપ્ત કર્યો.

Advertisement

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બૂટલેગરો દ્વાર બેફામ દારૂ ગુસેડવામા આવી રહ્યો છે ત્યારે પોલિસ દ્વારા બૂટલેગરો ને જિલ્લામાં દારૂ ઘુસાડવા માટે અટકાવવાના પ્રયત્નો સતત ચાલુ રહેતા હોય છે ત્યારે સાબરકાંઠા એલ.સી.બી ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનના પહાડી વિસ્તારમાંથી ઇકો ગાડીમાં વિદેશીદારૂ ભરી વિજયનગર થઈ ઇડર આવતી હોવાની બાતમી મળતા એલ.સી.બી ની ટીમે ઇડર રાણી તળાવ પાસે નાકાબંધી કરી વિજયનગર તરફથી આવતી ઇકો ગાડી નંબર Gj.18.BE 6502 ને ઉભી રાખી ને તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 84 કીંમત રૂ.25,320/ નો વિદેશી દારૂ તેમજ મોબાઇલ તેમજ ગાડી સહિત 1,75,820/ રૂ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. તેમજ સાબરકાંઠા એલસીબી ની ટીમે હિંમતનગર બસ સ્ટેન્ડ ની આગળ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કોઈ ઈસમ બસ સ્ટેન્ડ ની અંદર કાળા કલરની બેગમાં વિદેશી દારૂ ની હેરાફેરી કરવા અમદાવાદ જઈ રહ્યો છે ત્યારે મળતી બાતમીને આધારે પોલીસે ઇસમને ઉભો રાખી તેની પાસે રહેલ થેલામાં તપાસ કરતા બેગમાંથી 13 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી ત્યારે એલસીબીએ 8,800/ ના વિદેશી દારૂ તેમજ 4000/ ની કિંમત નો મોબાઇલ સહિત 12,800/ નો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે એરોપી ને બી ડિવિઝન પોલીસ ને સોંપી આપ્યો હતો.

Advertisement

ઇડર થી પકડાયેલા આરોપી.
૧. લાલશંકર કાંતિલાલ પરમાર (મીણા) રહે . ઇટવા. રાજસ્થાન
૨.રાહુલ કાંતિલાલ પરમાર . રહે દૈયા .રાજસ્થાન

Advertisement

હિંમતનગર બી. ડી વિસ્તારમાંથી પકડાયેલા આરોપી
૧. સિકંદર રૂપસિંહ ખરાડી રહે. માંડવા જી. ઉદયપુર . રાજસ્થાન

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!