38 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી : ભિલોડા ડેપો સંચાલિત અંતરિયાળ વિસ્તારના બસના રૂટ બંધ કરતા વિદ્યાર્થીઓને હાલાકી


શામળાજી પંથકમાં એસ.ટી બસોના ધાંધીયાથી વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત, લોકોને પારાવાર મુશ્કેલી

Advertisement

અરવલ્લી જિલ્લામાં અવરજવર માટે એસટી સેવા જ મહત્વપૂર્ણ છે ભિલોડા તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી એસ.ટી સેવામાં કાપ મુકાયો હોય તેમ ગામડાં નાં રુટો બંધ કરી દેતાં મુસાફર જનતા ને ભારે હાલાકી ભોગવવી પડે છે ભિલોડા ડેપો દ્વારા છેલ્લા પંદર વર્ષથી ચાલતી ભિલોડા છીટાદરા બસ બંધ કરી દીધી છે આ બસમાં વીસ ઉપરાંત ગ્રામજનો આ બસમાં મુસાફરી કરતા હતા તેજ રીતે હિંમતનગર ડેપો સંચાલિત હિંમતનગર રેલલાવાડા બસ બંધ કરી દીધી છે ભિલોડા થી ઓડ તરફ સવારે આઠ વાગ્યે જતી બસ બંધ કરી દેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે ભિલોડા થી તખતગથ જતી બસો છાશવારે બંધ કરી દેવામાં આવતા શામળાજી ખાતે સ્કુલ કોલેજ આઈ ટી આઇ માં આવતા વિદ્યાર્થીઓ ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્કુલ કોલેજ નો સમય સાચવવા માટે પાયવેટ સાધનમાં મુસાફરી કરવા મજબુર બનવું પડે છે

Advertisement

વાધપુર વિસ્તાર નાં ડેલીકેટ હષૅદ વરસાત કાગડામહુડા સરપંચ કુનંદબેન ડામોર તથા બીજી પાંચ થી સાત પંચાયત નાં સરપંચ દ્વારા વાહનવ્યવહાર મંત્રી ગાંધીનગર જિલ્લા કલેકટર અરવલ્લી વિભાગીય નિયામક એસ ટી વિભાગ હિંમતનગર ને લેખિત રજૂઆત કરવામાં આવી છે જો આ પછાત વિસ્તારમાં જતી એસટી બસ સેવા સત્વરે ચાલુ કરવામાં નહીં આવે તો આ વિસ્તાર ની જનતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી ગ્રામ્ય વિસ્તારોમાં એસટી સેવા મળી રહે તેવું આ વિસ્તાર ની જનતા ની માંગણી રહેલ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!