30 C
Ahmedabad
Wednesday, May 8, 2024

ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાતમાં આપી ફરીથી નવી ગેરન્ટી


અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે આજે ફરી તેમને નવી ગેરન્ટ આપી છે. અગાઉ 300 યુનિટ ફ્રી વીજળીની ગેરન્ટી આપી હતી. ગુજરાતમાં સૌથી વધુ પ્રવાસ કેજરીવાલના થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાતમાં ચૂંટણીને લઈને મોટી અપેક્ષા છે ત્યારે આ અપેક્ષાને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલા ગેરંટી આપવાનું શરુ કરી દીધું છે. આજે સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન જનસભાને સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કેટલીક જાહેરાતોમાં રોજગારી, પારદર્શિક પરીક્ષા વગેરેને લઈને અરવિંદ કેજરીવાલે ગેરન્ટી આપી છે.

Advertisement

અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું કે, પાંચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે. રોજગાર નહી મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું આપવાની ગેરન્ટી આપી છે, 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે, પેપર લીક ના થાય તે માટે ગુજરાતમાં કાયદો બનાવવા આવશે, આ સાથે સહકારી સંસ્થાઓમાં પૈસાથી મળતી નોકરી બંધ કરવામાં આવશે, પારદર્શિતાથી પેપર લેવાશે પેપર ના ફૂટે તે માટે દોષિતને કડક સજા મળે તેવી જોગવાઈ કરવામાં આવશે આમ અરવિંદ કેજરીવાલે આ પાંચ વચનો આપ્યા હતા.

Advertisement

આ સાથે દારુબંધી મામલે પણ આકરો પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, હજુ સુધી ગુજરાતના સીએમ અને પ્રદેશ અધ્યક્ષ પાટીલે પીડિતોની મુલાકાત લીધી નથી. ગુજરાતમાં નશાબંધીના નામે કરોડોના ધંધાઓ ચાલી રહ્યા છે તેવા પ્રહારો પણ કેજરીવાલે કર્યા હતા. આ સાથે દિલ્હીમાં જે પ્રકારે સ્કૂલો અને કોલેજો બન્યા છે તેવા તમે બનાવીને બતાવો તેવી ચેલેન્જ પણ કેજરીવાલ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!