33 C
Ahmedabad
Saturday, May 18, 2024

પોલીસ પર અસામાજીક તત્ત્વોનો જીવલેણ હુમલો : માલપુરના પીપલાણા ગામમાં તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર 4 શખ્સો તૂટી પડ્યા


ગુજરાતમાં ખાખી વર્દીનો ખોફ ધીરેધીરે ઓસરી રહ્યો હોય તેમ સતત પોલીસકર્મીઓ પર અસામાજિક તત્વો હુમલો કરી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં પોલીસ પર હુમલો કરવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે માલપુર પોલીસ સ્ટેશનના બીટ જમાદાર સહીત 6 પોલીસ કર્મીઓ પીપલાણા ગામમાં અરજીની તપાસ માટે જતા 4 શખ્સોએ કેમ આવ્યા છો કહીં કુહાડી અને લાકડી વડે તૂટી પડતા અને બિભસ્ત ગાળો બોલી હુમલો કરતા પોલીસકર્મીઓ ચોંકી ઉઠ્યા હતા પોલીસે એક આરોપીને દબોચી લઇ ફરાર ત્રણ હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અણીયોર બીટમાં જમાદાર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ મોહનસિંહ અન્ય 5 પોલીસકર્મીઓ સરકારી જીપ પેટ્રોલિંગ હાથધરી પીપલાણા ગામના ફૂલા મશૂર ડાભી સામે અરજી થતા પોલીસ પીપલાણા ગામ નજીક ઝૂંપડામાં ફૂલા ડાભી રહેતો હોવાની જાણ થતા પોલીસ ઝુંપડા પર પહોંચતા ઝૂંપડામાં બેઠેલા 4 શખ્સોએ પોલીસ પર કુહાડી અને લાકડી વડે હુમલો કરી બિભસ્ત ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસકર્મીઓ ફફડી ઉઠ્યા હતા પોલીસ પર હુમલો કરનાર અણીયોર-ફતેપુરાના સાગર બાબુ ખાંટને દબોચી લીધો હતો અન્ય ત્રણ હુમલાખોરો ફરાર થઇ જતા પોલીસે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

પોલીસ પર હુમલો કરનાર આરોપી કોણ કોણ વાંચો
1.સાગર બાબુ ખાંટ (રહે, ફતેપુરા-અણીયોર, માલપુર)
2.ફૂલા મશરૂ ડાભી (રહે,પીપલાણા-માલપુર)
3.દશરથ મશરૂ ડાભી (રહે, પીપલાણા-માલપુર)
4.ભાવેશ નામનો શખ્સ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!