37 C
Ahmedabad
Saturday, April 27, 2024

સાબરકાંઠા : 62 વર્ષિય શાંન્તાબહેન માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં મેળવ્યો ગોલ્ડ


પોશીનાના કોલંદ ગામના 62વર્ષિય શાંન્તાબેને માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો
મહિલાઓ બીચારી-બાપડી નથી તે તો સ્વયં શક્તિ છે, શાંતાબેન

Advertisement

કોમન વેલ્થ ગેમ્સમાં મેરાબાઇ ચાનુએ ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવી ભારતનું નામ દુનિયામાં ગુંજતુ કરી નારી શક્તિનો પરીચય આપ્યો છે. ત્યારે એથ્લેટીક્સ સાથે જોડાયેલા સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકાના કોલંદ ગામના ૬૨ વર્ષીય શાંતાબેન સોમેશ્વર બુંબડીયા સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. મહિલાઓ બીચારી-બાપડી નથી તે તો સ્વયં શક્તિ છે. આ શબ્દો છે શાંતાબેનના

Advertisement

42 મી નેશનલમાં માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ચેન્નઈ તમિલનાડુ ખાતે 27 એપ્રિલ થી 1 મે 2022 દરમિયાન યોજાઇ હતી. જેમાં 62 વર્ષિય શાંતાબેન સોમેશ્વર બુંબળીયાએ 300 મીટર હડલ્સમાં ગોલ્ડ મેટલ મેળવી ગુજરાત તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

Advertisement

આપણે નારી વંદના ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે શાંતાબેનની વાત અનેરો ઉત્સાહ પૂરો પાડે તેમ છે. શાંતાબેન 1986માં ફોરેસ્ટ વિભાગમાં જોડાયા તેમને રહેમરાહે આ નોકરી મળી હતી. તેમના પતિ ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા હતા આકસ્મિક મૃત્યુ થવાથી શાંતાબેન પર આભ ફાટ્યું હતું. માત્ર 20 વર્ષની ઉંમરે બે બાળકો ખોળામાં અને એક બાળક પોતાના ઉદરમાં. એ પરીસ્થિતિની કલ્પના આપણને હચમચાવી મુકે છે. જેને આ જીવ્યું હોય તેની સ્થિતિ શું હોય? શાંન્તાબેન ને મળો તો જીવન કેવી રીતે જીવાય તે શિખવા મળે. ખુશ મિજાજી, શોખીન અને ખડતલ તંદુરસ્થ શરીર 62ની ઉંમરમાં પણ જાણે 26ના હોય તેવા યુવા દેખાય છે. માત્ર દેખા જ નહિ પરંતુ રમતના મેદાન પર તેઓ 26ના જ છે તેમ જ લાગે

Advertisement

Advertisement

શાંન્તાબેન જણાવે છે કે, ૨૦૧૪માં પ્રથમ વખત તેમણે ફોરેસ્ટ વિભાગ તરફથી રમત માટે મોકવામાં આવ્યા હતા.પ્રથમ પ્રયાસમાં તેઓ રમતમાં બોન્ઝ મેડલ જીત્યા હતા. આ મેડલે અને તકે તેમના જીવનની દિશા બદલી. શાંતાબેન કહે છે કે ભારતનું કોઈ એવું રાજ્ય બાકી નથી જ્યાં હું રમતમાં ભાગ લેવા ગઈ ના હોવ કશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી અસમ દરેક રાજ્યોમાં અનેક રમતોમાં જેવી કે ગોળા ફેંક, ડીથ્રો, દોડ, હડલ દોડ, શોર્ટ ફૂડ, જ્વેલિંગ થ્રો વગેરે અનેક રમતોમાં અત્યાર સુધીમાં અનેક ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્સ મેડલ મેળવ્યો છે.

Advertisement

શાંન્તાબેન હાલમાં તેમનું નિવૃત જીવન જીવી રહ્યા છે પરંતુ રમતમાં તેઓ હાલ પણ નાના બાળકની જેમ પ્રવૃત છે. રમત-ગમતમાં અનેક ટ્રોફીઓ, સર્ટિફિકેટ અને મેડલ મેળવી તેમણે સિધ્ધ કર્યું છે કે જો તમે ઇચ્છો તો કોઇ પણ ઉંમરે સફળતા મેળવી શકો છે. ત્રણ સંતાનોની માતા અને છ બાળકોની દાદી-નાની હોવા છતાં આટલા ચુસ્ત અને યુવા છે. તેઓ જાણાવે છે કે, હું તો છેલ્લા શ્વાસ સુધી રમતી જ રહીશ.

Advertisement

શાંન્તાબેને પોતાના જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે અનેક ઝંઝાવાતોનો સામનો કરી ત્રણ સંતાનોના ઉછેરમાં માતા-પિતાની બેવડી ભુમિકા ભજવી છે. હાલ તેઓ પોતાની નવી ઇનિંગમાં રમત ક્ષેત્રે કાઠુ કાઢી પોતાના જિલ્લા, રાજ્ય અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!