40 C
Ahmedabad
Thursday, May 9, 2024

અરવલ્લી : બાયડમાં જીલ્લા કલેક્ટરે મહિલાઓ સા મતદાન જાગૃતિ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ‘સાડીવોકેથોન’ યોજી


અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું

Advertisement

જીલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારીકે મતદાનના દિવસે મહિલાઓ ૧૦૦% મતદાન કરે તેવી અપીલ કરી હતી 

Advertisement

અરવલ્લી-લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો  થઈ રહ્યા છે.જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે.

Advertisement

 અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતગર્ત શનિવારે બાયડ તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતગર્ત ‘સાડીવોકેથોન’યોજાઈ હતી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ  મહિલાઓને સંબોધન કરતા મતદાન અને મતનું મહત્વ કેટલું છે તે જણાવ્યું,અરવલ્લી જિલ્લાની દરેક મહિલા ૭ તારીખે મતદાન કરવા બહાર નીકળે અને અચૂક મતદાન કરે તેવી અપીલ કરી હતી.સાથે તેમણે મતદાન આપણો અધિકાર છે અને અચૂક મતદાન કરીએ તેવી અપીલ કરી,અને આપણા સાથે આપના પરિવાર અને ફળિયાના લોકો અને બહેનોને સાથે લઇ જઈને મતદાન કરાવીએ અને આપના મતનો ઉપયોગ કરીએ .આપણા જિલ્લામાં ૧૦૦% મતદાન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.તમે તમામ સહભાગી થાઓ અને મતદાન અચૂક કરો.

Advertisement

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ પાસે સંગીતખુરશી જેવી ગેમ રમાડવામાં આવી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

Advertisement

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી,પ્રોબેશનર IAS,પ્રોબેશનર IPS,પ્રાંત અધિકારી બાયડ,પુરવઠા અધિકારી ,સ્વિપ નોડલ અધિકારી અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા. 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!