asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

પંચમહાલ : કોંગ્રેસના દુષ્યંતસિંહ ચૌહાણને ભાજપના નેતાઓએ હોંશે હોંશે પોંખ્યા તેમણે કહ્યું પંચમહાલમા કોંગ્રેસ માટે સારા દિવસો નથી


 

Advertisement

ગોધરા 

Advertisement

                                    ચૂંટણી ટાણે રાજકીય પાર્ટીઓમાં ખરીદ વેચાણ સંઘ ચાલુ થતો હોય છે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અનેક નાના-મોટા નેતાઓ અંગત સ્વાર્થ માટે પાટલીઓ બદલી નાખતાં હોય છે પંચમહાલ જીલ્લા કોગ્રેસના અગ્રણી યુવા નેતા દુષ્યતંસિંહ ચૌહાણ  આજે  ગોધરામા અમિત શાહની સભામાં ભાજપમાં ખેસ પહેરવાના હતા તેવા  અહેવાલો વચ્ચે ગોધરા શહેરના ગદુકપુર  ખાતે આવેલા ભાજપાના કમલમ કાર્યાલય ખાતે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ  દ્વારા ખેસ પહેરાવામા આવ્યો હતો. મિડીયા સાથેની વાતચીતમાં  તેમણે જણાવ્યુ  હતુ કે  કોંગ્રેસમાં વફાદારી સાથે કામ કર્યું છે પણ અમને એવું લાગ્યું કે પંચમહાલમાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી માટે ભાજપમાં જોડાયા છે.

Advertisement

      પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે કેન્દ્રના સહકારીતા  અને ગૃહમંત્રી  અમિત શાહ ભાજપાની વિજય સંકલ્પ યાત્રામા હાજરી આપવાના છે. ગતરોજ  પંચમહાલ કોંગ્રેસના નેતા દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમના સમર્થકો  મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલની સાથે ગાંધીનગર મુલાકાત કરી હતી. આજે ગોધરા ખાતે અમિત શાહના કાર્યક્રમમાં કેસરીયો ખેસ કોગ્રેસી કાર્યકરો ધારણ કરશે તેવી ચર્ચાઓ વચ્ચે ગોધરાના કમલમ કાર્યાલય ખાતે  કોંગ્રેસના દુષ્યંત ચૌહાણ સહિત કોંગ્રેસ સંગઠનના  કાર્યકરોને  વિધીવત કેસરીયા કરાવાયા હતા. ભાજપમા જોડાયા બાદ પત્રકારો સાથેની વાતચીતમા દુષ્યંતસિંહ ચૌહાણે જણાવ્યુ કે અમે સૌ હોદેદારો એક વિચારધારા અને વિકાસની યાત્રામા આજે ભાજપમા જોડાયા છે.   બન્ને વરરાજા ક્યા પક્ષના છે તે તમે સારી રીતે જાણો છો કોંગ્રેસમાં વફાદારી સાથે કામ કર્યું છે પણ અમને એવું લાગ્યું કે પંચમહાલમાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી માટે ભાજપમાં જોડાયા છે.તેમ તેમણે જણાવ્યુ હતુ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!