32 C
Ahmedabad
Sunday, April 28, 2024

સાબરકાંઠા SOG ને મળી મોટી સફળતા હિંમતનગર માંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું


યુવાધનને નશાના રવાડે ચડાવતુ કાવતરૂ,3.5 લાખ નું એમ.ડી ડ્રગ્સ, 2 ડિજિટલ વજનકાંટા,તેમજ મોબઈલ સહીત 9 આરોપીની ધરપકડ કરી.

Advertisement

સમગ્ર દેશમાં દિવસે દિવસે ડ્રગ્સનુ દૂષણ વધી રહ્યું છે દેશના યુવાનો ડ્રગ્સના રવાડે ચડી પોતાનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા હોવાના કેટલાય કિસ્સાઓ બહાર આવી રહ્યા છે ત્યારે હવે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી એસ.ઓ.જી ની ટીમે 3.5 લાખનુ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ જપ્ત કરીને નવ આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisement

સાબરકાંઠા એસ.ઓ.જી ને બાતમી મળી હતી કે હિંમતનગર જૂની સિવિલ સર્કલ બાજુથી બે ઈસમો માદક પદાર્થ (MD ડ્રગ્સ) નો જથ્થો લઈ જૂની સિવિલ થી મહેતાપૂરા તરફ જઈ રહ્યા છે ત્યારે પોલીસે બાતમીના આધારે જિલ્લા જેલ આગળ કોડન કરી મોપેડ પર આવતા બંને ઇસમોને ઝડપી પાડી તપાસ કરતા 3.5 લાખની કિંમતનો ૩૫ ગ્રામ એમ ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલ આરોપીઓએ હિંમતનગરના ચાંદનગરમાં રહેતા લાલા કુરેશી તેમજ રાજસ્થાનના કોટડા છાવણી ખાતે રહેતા સમુનખાન પઠાણ પાસેથી વેચાણ માટે લાવ્યો હોવાનું કબૂલ્યું હતું

Advertisement

પકડાયેલા બંને આરોપીઓએ એમ ડી ડ્રગ્સનો જથ્થો હિંમતનગરમાં જુદી જુદી જગ્યાએ આરોપીઓને આપવાનો હોવાનો કબૂલ્યું હતું ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરી એમ.ડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવે છે અને અન્ય કઈ કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવે છે તેમજ આવા બીજા કોઈ ડ્રગ માફિયાઓ જિલ્લામાં છે કે નહીં તે અંગે વધુ જાણકારી માટે તપાસ હાથ ધરી છે.

Advertisement

સાબરકાંઠા જિલ્લા પોલિસ વડાએ આપી માહિતી…

Advertisement

Advertisement

પકડાયેલ આરોપીઓ
1 મોહમ્મદ કાબિલ અબ્દુલરઉફ. રહે. રોકડીયા હનુમાનજી મંદિર છાપરીયા પોલોગ્રાઉન્ડ. હિંમતનગર
2 કૃણાલ રજનીકાંત પંચાલ રહે .વિરાટનગર બેરનારોડ હિંમતનગર
3 મોહમ્મદ રફીક ઊર્ફે લાલો મોહમ્મદ રહે . ચાંદનગર હિંમતનગર
4 સોહિલ સિરાજ એહમદ મોડાસિયા રહે.નાની વ્હોરવાડ નગીનાસ્ટ્રીટ હિંમતનગર
5 નજર ઊર્ફે બીડીઅમીર અબ્બાસ સૈયદ રહે. મેમણ કોલોની ખુશ્બુ હોસ્પિટલ ની પાછળ હિંમતનગર
6 જીતેન્દ્રસિંહ ઉર્ફે ટિલ બાપુ રહે. અમી પાર્ક સોસાયટી ગાયત્રી મંદિરરોડ હિંમતનગર.
7 શ્રીપાલસિંહ મુકેશસિંહ રાઠોડ, રહે. રંગોલી પાર્ટીપ્લોટ ગાયત્રી મંદિરરોડ હિંમતનગર
8 શોરભ દિનેશભાઈ સુથાર,રહે. શાંતિનગર સોસાયટી બેરણારોડ હિંમતનગર.
9 અબ્રાર અબ્દુલહકીમ પાંચભૈયા રહે. અંજુમન સ્ટ્રીટ પોલોગ્રાઉન્ડ હિંમતનગર

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!