32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

મોડાસા ગ્રામ્ય પોલિસની નાક નીચે ધમધમતા દારૂના અડ્ડાઓ… શિણાવાડ પંચાયતે પત્ર લખી અડ્ડા બંધ કરવા આજીજી કરી 


બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે ત્યારે દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે સામાજિક સંસ્થાઓ અને પંચાયતના હોદ્દેદારો આગળ આવી રહ્યા છે. પણ પોલિસ કેમ કોઇ કાર્યવાહી નથી કરતી તે સવાલ લોકો કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પણ દેશી દારૂની હાટડિયાઓ ધમધમી રહી છે, પણ પોલિસ કેમ યોગ્ય કાર્યવાહી નથી તેના પર સવાલો ઉઠી રહ્યા છે. મોડાસા તાલુકાના શીણાવાડ પંચાયત વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, જેને લઇને પંચાયતે પોલિસને પત્ર લખીને અડ્ડાઓ બંધ કરાવવા આજીજી કરી છે.

Advertisement

મોડાસા ગ્રામ્ય પોલિસને અરજી મળે તો જ કાર્યવાહી કરશે…?
અરજી નહીં મળે તો દેશી દારૂના અડ્ડાઓ આમ જ ચાલશે કે શું… ?

Advertisement

Advertisement

જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, પણ પોલિસની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. હવે ધીરે-ધીરે પંચાયતો આગળ આવી રહી છે અને આવા અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે પોલિસ તેમજ જે-તે વિભાગોને પત્ર લખી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઢોલ વગાડી જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. હવે મોડાસા ગ્રામ્ય વિસ્તારના શીણાવાડ પંચાયતે મોડાસા ગ્રામ્ય પોલિસને પત્ર લખીને દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અપીલ કરી છે.

Advertisement

પંચાયતે લખ્યું છે કે, શીણાવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં દેશી દારૂની હાટડિયો મોટા પ્રમાણમાં ચાલી રહી છે, જેથી નાની ઉંમરમાં લોકો બિમારીનો ભોગ બની જતાં હોય છે. આ સાથે જ દેશી દારૂનું પ્રમાણ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાથી તાત્કાલિક ધોરણે દેશી દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવે તેવી માંગ છે.

Advertisement

મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને ખ્યાલ નહીં હોય કે ક્યાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ? જો ખ્યાલ ન હોય તો પોતાના વિસ્તારથી કેમ અજાણ છે, તે પણ એક સવાલ છે, અને જો અજાણ ન હોય તો દેશી દારૂના અડ્ડાઓ કેમ ધમધમી રહ્યા છે…? બોટાદ જેવી મોટી ઘટના ઘટી તેમ છતાં ગ્રામ્ય પોલિસ હજુ શેની રાહ જુએ છે, તે પણ એક સવાલ છે.

Advertisement

બોટાદમાં આવડી મોટી ઘટના થયા પછી પણ મોડાસા ગ્રામ્ય પોલિસ કાંઇ શીખ લેવા ન માંગતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું

Advertisement

 

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!