37 C
Ahmedabad
Tuesday, April 30, 2024

અરવલ્લીઃ બાયડ તાલુકાના પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચનું રાજીનામું


અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુળજીભાઇ મકવાણાએ ચુંટાયાના છ મહિનામાં જ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું

Advertisement

પત્રકારોએ પૂછેલા સવાલનો સરપંચ મુળજીભાઇ મકવાણાએ ગોળ ગોળ જવાબ આપતાં જણાવ્યું હતું કે, સરપંચ પદેથી રાજીનામુ આપવા તેમના પર કોઈ રાજકીય દબાણ નથી, તેમજ વહીવટીય કામગીરીમાં પણ ગ્રામ પંચાયતના સભ્યોનો સારો સાથ સહકાર મળ્યો છે અને મે મારા પોતાના મન થી સ્વૈચ્છિક રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

Advertisement

વધુ પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ પટેલના મુવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભા યોજાવાની હતી અને ગામના અનેક નાગરિકો પોતાની રજૂઆતો લઇને ગ્રામ પંચાયતે એકઠા થયા હતા, ત્યારે આજરોજ તલાટીઓની હડતાળ ના પગલે તલાટી હાજર ન હતા અને તાલુકા કક્ષાએથી પણ કોઈ અધિકારી ઉપસ્થિત ન હતા, તેમજ છ મહિના પહેલા ચૂંટાયેલા સરપંચ મુળજીભાઇ મકવાણાએ પણ આજેજ પોતાનું રાજીનામું આપી દેતાં સતત બીજી વાર વહીવટી કારણોસર ગ્રામસભા મુલતવી રહેતાં ગ્રામ સભામાં પોતાની રજૂઆત કરવા આવેલા ગ્રામજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!