32 C
Ahmedabad
Monday, April 29, 2024

જુનાગઢ : માંગરોળના દરિયા કિનારેથી પોલિસને શંકાસ્પદ 39 કિ.લો ચરસનો જથ્થો મળ્યો, સર્ચ ઓપરેશન યથાવત


ગુજરાતના વિવિધ દરિયા કિનારાથી રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવાનો સિલસિલો થયાવત છે, જો કે જુનાગઢ પોલિસે માંગરોળના દરિયા કિનારાથી ઘૂસાડવામાં આવતા ચરસના જથ્થાને પકડી પાડવામાં સફળતા મળી છે. જુનાગઢ એસ.ઓ.જી. પોલિસે બાતમીના આધારે ચરસનો મોટો જથ્થો માંગરોળના દરિયા કિનારેથી જપ્ત કર્યો છે. ચરસનો જથ્થો મળી આવતા આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ માટે અલગ-અલગ ટીમ બનાવવામાં પણ આવી છે.

Advertisement

Advertisement

જુનાગઢ જિલ્લા પોલિસ વડા રવીતેજા વાંચમશેટીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, એસ.ઓ.જી.ની ટીમને માહિતી મળી હતી કે, માંગરોળના દરિયા કિનારે શંકાસ્પદ ચીજવસ્તુઓનો જથ્થો પડ્યો છે. ઘટનાની ગંભીરતા જોઇએ પોલિસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા પોલિસને ચરસનો જથ્થો મળી આવ્યો હતો, આ ચરસના કુલ 39 પેકેટ્સ હતા.

Advertisement

પ્રાથમિક તપાસમાં ચરસનો જથ્થો હોવાનું પોલિસને લાગી રહ્યું છે, જોકે પોલિસે આ જથ્થાને એફ.એસ.એલ.માં તપાસ અર્થે મોકલી આપ્યા છે. દરિયા વિસ્તારમાં આ પ્રકારના ચરસના પેકેટ્સ મળી આવતા તમામ જિલ્લાના દરિયાએ વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે અને એટીએસની ટીમ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાંભળો જુનાગઢ જિલ્લા પોલિસ વડા રવીતેજા વાંચમશેટીએ શું કહ્યું..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!