31 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લીઃ બાયડ તાલુકાના પટેલના મુવાડાના સરપંચે આગેવાનોની સમજાવટ બાદ અંતે રાજીનામું પરત ખેંચ્યું


પટેલના મુવાડા સરપંચે સદસ્યો અને આગેવાનોની સમજાવટ બાદ રાજીનામાનો પત્ર પરત લેતાં વિરોધીઓના હાથ હેઠા પડ્યા

Advertisement

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુળજીભાઇ મકવાણાએ ચુંટાયાના છ મહિનામાં જ એકાએક રાજીનામું ધરી દેતાં પટેલના મુવાડા ગ્રામ પંચાયત વિસ્તાર સહિત સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.

Advertisement

લોકોમાં એક ચર્ચાએ જોર પકડયું હતું કે, આખરે એવું તો શું બન્યું કે મિલનસાર સ્વભાવના મુળજીભાઇએ સરપંચ પદ પરથી રાજીનામું આપવું પડ્યું. ??!
રાજકીય આંટીઘૂંટીથી ટેવાયેલા ના હોવાથી સરળ સ્વભાવના મુળજીભાઇ મકવાણાએ વિઘ્ન સંતોષી પરીબળોની અરજીઓથી હતાશ થઈને રાજીનામું આપ્યાની લોકચર્ચા હતી.

Advertisement

પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચે રાજીનામું આપ્યાના સમાચાર જાણતાં હતપ્રભ થયેલા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અને ગ્રામ પંચાયત વિસ્તારના આગેવાનોની સમજાવટ બાદ અંતે પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુળજીભાઇ મકવાણાએ તાલુકા વિકાસ અધિકારી બાયડને મળી આજરોજ તેમના રાજીનામાનો પત્ર પરત ખેંચતાં આખરે ઘી ના ઠામમાં ઘી પડી જતાં ગ્રામવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!