31 C
Ahmedabad
Saturday, May 18, 2024

તે પૂછે છે, “મારો શું વાંક હતો…” ગાંભોઈમાં નવજાતને જીવિત દાટી દેનાર ‘જનેતા’ અને ‘પાલનહાર’ પિતા આરોપી નિકળ્યા


એક તરફ બેટી બચાવો બેટી પઢાવો ના નારા લાગી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં નવજાત બાળકીને જમીનમાં દાટી દેવાયેલી હાલતમાં મળી આવતા પોલીસે ગણતરીના કલાકોમાં જનેતા સહિત તેના પિતાને અટકાયત કરી છે.

Advertisement

સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ નજીક ગઈ કાલે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી કે જ્યા નવજાત જન્મેલી દીકરીને જમીનમાં દાટી દેવાયેલી હાલતમાંથી ખેતી કરતી મહિલાને જાણ થઈ હતી અને ત્યાથી શરૂ થયો આ સમગ્ર મામલો… ખેતી કરતી મહિલાએ 108 ને ફોન કર્યો અને સાથે યુ જી વી સી એલ માં કામ કરનારા કર્મચારી દ્વારા 108 મારફતે નવજાત બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 108 માં બાળકીને પ્રથમ કુત્રિમ શ્વાસ અપાયા હતા તો પ્રાથમિક તબક્કે અધૂરા માસે દીકરી જન્મી હોય તેવો ખુલાસો થયો હતો તેમ જ હિંમતનગર સિવિલ વિભાગ દ્વારા દીકરીને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Advertisement

Advertisement

જોકે બીજી તરફ સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે સંપૂર્ણ ગંભીરતાથી તપાસ હાથ ધરી દીકરીને દફનાવવા માટે જવાબદાર આરોપીઓ સુધી પહોંચવા સમગ્ર તંત્ર કામે લગાડી હતી જે અંતર્ગત મોડી રાત્રે વિવિધ ત્રણ ટીમો બનાવ્યા બાદ કડીના નંદાસણ નજીકથી દીકરીના માતા પિતાને શોધી ગાંભોઈ પોલીસ મથકે લવાયા હતા. બાળકીના માતા પીતા જ તેના જાનના દુશ્મન બન્યા હોય તેમ જમીનમાં દાટવાનો ગુનો કર્યો હતો જો કે પ્રાથમિક પૂછપરછમાં જ દીકરીની માતા તેમ જ પિતાએ પોતાનો ગુનો કબૂલ્યો હતો.

Advertisement

આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અધૂરા માસે જન્મેલી દીકરીની સારવારના ખર્ચ સહિત દીકરી હોવાના પગલે તેનો નિકાલ કરવાના ભાગરૂપે જમીનમાં દફન કરવાનો નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે માતાએ દીકરીને હાથથી ખુલ્લા ખેતરમાં ખાડો કરી દાટી દીધી હતી.

Advertisement

પિતા આ સમગ્ર ઘટના કોઈ જોઈ ન જાય તેનું ધ્યાન રાખી રહ્યો હતો ત્યારબાદ બંને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા ખેતરમાં કામ કરી રહેલા ખેત મજૂરો દ્વારા આ મામલે આસપાસના લોકોને જાણ કરાયા બાદ 108 મારફતે નવજાત દીકરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર આપવાનો નિર્ણય પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ એ પણ લીધો છે તેમજ હાલમાં દીકરી ગંભીર હાલતમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે.

Advertisement

હાલમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત આરોગ્ય વિભાગ પણ નવજાત દીકરીને બચાવવા તનતોડ પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આગામી સમયમાં કુદરતનો ચમત્કાર બની રહેલી દીકરી કેટલી ખુશી આપનારી બની રહેશે એ તો તપાસ નો વિષય છે પરંતુ હાલ પ્રશ્ન પણ એ થાય છે માતા પીતા ની અટકાયત થાય તો બાળકીનું શું થશે ?

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!