43 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : ખોડંબા ગામના 24 વર્ષીય યુવકનું ભેદી બીમારીથી મોત, ગર્ભવતી પત્ની પર પહાડ તૂટ્યો, થોડા દિવસ પછી હતી શ્રીમંત વિધિ


મોડાસાના કાર શોરૂમ પર નોકરી કરતો યુવક નોકરી પુરી કરી ઘરે ગયો તાવ આવ્યો ને બે દિવસમાં અમદાવાદ સિવિલમાં દમ તોડી દીધો

યુવકને તાવ આવતા ઘરેથી કાર લઇ ટીંટોઈ ખાનગી તબીબને ત્યાં દવા કરાવવા પહોંચ્યોને તબિયત લથડી

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના તબીબો યુવકની બીમારી જણાવવામાં અસમર્થ

અરવલ્લી જીલ્લા આરોગ્ય ટીમ ખોડંબા ગામે પહોંચી : CDHO

અરવલ્લી જીલ્લામાં કોરાનાનું સંક્રમણ ધીરેધીરે વધી રહ્યું છે બીજીબાજુ ભિલોડા તાલુકાના ખોડંબા ગામના 24 વર્ષીય યુવકને તાવ આવ્યાના ગણતરીના કલાકોમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જિંદગી સામે જંગ હારી જતા ભેદી બીમારીએ ભોગ લેતા સમગ્ર પંથકમાં ભય સાથે શોકની લાગણી છવાઈ છે યુવકનું રહસ્યમય બીમારીએ ભોગ લેતા જીલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે યુવકની સારવાર માટે અમદાવાદમાં ખડેપગે રહેલા યુવા પત્રકાર નિકુલ પટેલે યુવકની બીમારી અંગે તબીબો હજુ અવઢવમાં હોવાની ટેલિફોનિક માહિતી આપી હતી.

Advertisement

ભિલોડા તાલુકાના ખોડંબા ગામનો સંકેત કુમાર જશુભાઈ ખોખરીયા નામનો 24 વર્ષીય યુવકને બે દિવસ અગાઉ તાવ આવતા ટીંટોઈ ખાનગી તબીબ પાસે સારવાર કરાવવા જતા યુવકને મોડાસા સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા પછી યુવકને લોહીની ઉલ્ટીઓ થતા તાબડતોડ પરિવારજનોએ અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયો હતો તબીબોની સઘન સારવાર પછી યુવકની તબિયતમાં સુધારો ન આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવકે બીમારીના ગણતરીના કલાકોમાં દમ તોડી દેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું યુવકને તાવ આવ્યાના ગણતરીના કલાકોમાં મોત થતા આ અંગે જાગૃત નાગરિકે આરોગ્ય તંત્રને જાણ કરતા આરોગ્ય તંત્રની ટીમ મૃતક યુવકના ઘરે પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી હતી

Advertisement

જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.શ્રીમાળીના જણાવ્યા અનુસાર
અરવલ્લી જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.શ્રીમાળીને ખોડંબા ગામના 24 વર્ષીય યુવકનું તાવ ચઢ્યાના ગણતરીના કલાકોમાં મોત નીપજ્યું હોવા અંગે ટેલિફોનીક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે યુવકનું કઈ બીમારીના કારણે મોત થયું તે અંગે આરોગ્ય ટીમ તપાસ કરી રહી છે અને જે હોસ્પિટલમાં યુવકે સારવાર લીધી હોય ત્યાં થયેલ રિપોર્ટ્સના આધારે યુવકની બીમારી અંગે જાણ થાય હાલ આરોગ્ય વિભાગની ટીમ યુવકના ઘરે પહોંચી ચુકી હોવાનું જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!