33 C
Ahmedabad
Friday, May 3, 2024

Gold Rate Update : રક્ષાબંધન પહેલા સોના-ચાંદીના ભાવ ધડામ, જાણો નવો ભાવ


Gold Rate Update : રક્ષાબંધનના તહેવાર પહેલા જો તમે પણ સોનું કે સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં ઉથલપાથલ વચ્ચે આ ટ્રેડિંગ સપ્તાહના પાંચમા અને છેલ્લા દિવસે (5 ઓગસ્ટ) સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નરમાશ જોવા મળી હતી.

Advertisement

સોનાના ભાવમાં 20 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. જ્યારે ચાંદી 695 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. આ પછી ઘટાડા બાદ સોનું 52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 57400 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ વેચાઈ રહી છે. આ સાથે સોનું તેની ઓલ ટાઈમ હાઈથી લગભગ 4100 રૂપિયા અને ચાંદી 22600 રૂપિયા સસ્તી થઈ રહી છે.

Advertisement

શુક્રવારે સોનું 20 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું અને 52019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. જ્યારે ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 473 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું અને 52039 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

Advertisement

બીજી તરફ ચાંદી 695 રૂપિયા સસ્તી થઈને 57362 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. જ્યારે ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી 784 રૂપિયા મોંઘી થઈ અને 58057 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!