42 C
Ahmedabad
Friday, May 17, 2024

પંચમહાલ : ગોધરામાં બંધ મકાનમાં LCB ટીમ ત્રાટકી, 8 જુગારીઓને ઝડપી પાડ્યા


ગોધરા શહેરના તીરગરવાસ, શહેરા ભાગોળ ફાટક પાસે બંધ મકાનમાં ગુંજી પાના પત્તાનો જુગાર રમતા કુલ-૮ જુગારીયાઓને એલસીબી પોલીસે પકડી પાડી રોકડા રૂ.૪૧,૨૫૦, તથા મોબાઈલ નંગ- ૮ કિ.રૂ. ૨૯,૦૦૦, એમ મળી કુલ રૂ. ૭૦,૨૫૦, નો જુગારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓએ અત્રેના જિલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે મુજ જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓની ચોક્કસ બાતમી હકીકત મળેલ કે તીરથદાસ ઉર્ફે રામભાઇ નારાયણદાસ ભાગવાણી રહે. ગણેશ બેકરી પાછળ તીરગરવાસ, શહેરા ભાગોળ ફાટક પાસે, ગોધરા નાઓ પોતાના આર્થીક લાભ મેળવવાના હેતુસર પોતાના મકાનની અંદર બંધ દરવાજો રાખી કેટલાક માણસો ભેગા કરી ગંજી પાના પત્તાથી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી નાળ કાઢી આર્થિક લાભ મેળવે છે અને હાલમા જુગારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આઇ.એ.સીસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા રેડ કરવામા આવતા જુગારીઓ ઝડપાઈ ગયા હતા.જેમા (૧) તીરથદાસ ઉર્ફે રામભાઇ નારાયણદાસ ભાગવાણી,(ર) પરસોતમદાસ રાણામલ રામચંદાણી (૩) રાજકુમાર ઉર્ફે રાજુ મૉનલાલ કૃપલાણી (૪) પરેશભાઇ પરસોતમદાસ મુલચંદાણી (૫) સોયેબ અબ્દુલ સત્તાર કલંદર (૬) ઇમરાન ઉર્ફે છકડો અબ્દુલસત્તાર પથા,(૭) કૈલાશભાઈ રૂપચંદ મંજાણી (૮) ઇંકબાલ ઉર્ફે અબુલી અબ્દુલ્લા મમદુને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!