33 C
Ahmedabad
Saturday, May 18, 2024

જીલ્લા પોલીસવડા વિશાલકુમાર વાધેલાની અધ્યક્ષતા હેઠળ ઈ. એફ.આઈ.આર, રોડસેફ્ટી, તેમજ સાઇબર સેફ્ટી ના માર્ગદર્શન અનુસંધાન ને લઇ કાર્યક્રમ યોજાયો


પોલીસ અધિક્ષક દ્વારા બાળકોને ક્રાઈમ અટકાવા અંગે તેમજ કાયદા વિશેનુ યોગ્ય માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં નલિકાંત ગાંધી ટાઉનહોલ હિંમતનગર ખાતે હિંમત હાઇસ્કુલ હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પોલીસવડા વિશાલકુમાર વાઘેલાની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓ માટે ઈ.એફ.આઈ. આર ,રોડ સેફ્ટી,સાઇબર ક્રાઇમ અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં કારકિર્દી સંદર્ભે કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા વિશાલકુમાર વાઘેલાએ વિદ્યાર્થીઓને પોલીસ ડિપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરે છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તે સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં તેમણે વિધ્યાર્થીઓને સ્ટડી પ્લાનિંગ અને ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તે અંગે ચર્ચા કરી હતી. Upsc પાસ કરીને IAS અને IPS કેવી રીતે બની શકાય તે અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

આ કાર્યક્રમમા બીડિવિઝનપોલીસ સ્ટેશનહિંમતનગરનપી.એસ.આઇ
એ.વી.જોષીએ વિધ્યાર્થીઓને ઈ એફ.આઈ. આર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પી.આઇ રાઠવાએ સાઇબર ક્રાઇમ વિશે વિધ્યાર્થીઓને મહત્વની માહિતી પૂરી પાડી હતી. પ્રાદેશિક વાહન વ્યહવાર અધિકારી પ્રજાપતિએ રોડ સેફ્ટી તથા માર્ગ અકસ્માતથી કેવી રીતે બચી શકાય તે અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.
આ કાર્યક્રમાં નાયબ પોલીસ અધિક્ષક શ મીનાક્ષીબેન પટેલ, શાળાના આચાર્યશ્રી એસ.એસ પટેલ ,શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!