39 C
Ahmedabad
Saturday, May 18, 2024

China Taiwan Crisis: ચીન અને તાઈવાન વચ્ચે તણાવ વધ્યો, ગમે ત્યારે……


ચીન અને તાઈવાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. દરમિયાન ચીને જાહેરાત કરી છે કે, તે તેના દાવપેચ ચાલુ રાખશે. એટલે કે ચીન તાઈવાનની આસપાસ તેના દાવપેચ ચાલુ રાખશે. અગાઉ ચીને કહ્યું હતું કે તેનો સૈન્ય અભ્યાસ 4 થી 8 ઓગસ્ટ સુધી જ થશે.

Advertisement

ચીનની આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય મામલાના નિષ્ણાતોનું કહેવું છે કે, ચીન પોતાના યુદ્ધ જહાજો, ફાઈટર જેટ અને ડ્રોનની સંખ્યા વધારીને તાઈવાનને મજબૂતીથી ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં એ ડર પણ પ્રબળ થઈ રહ્યો છે કે, તાઈવાનને ચારે બાજુથી ઘેરીને ચીન યુદ્ધ જેવું કોઈ મોટું પગલું ન ભરે.

Advertisement

આ દરમિયાન ચીનના આકરા વલણને જોતા તાઈવાને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહેવાલો અનુસાર, તાઈવાને કોઈપણ ચીની હુમલાનો સામનો કરવા અને પોતાને બચાવવા માટે દાવપેચ શરૂ કરી દીધા છે. તાઈવાનની આઠમી આર્મી કોર્પ્સના પ્રવક્તા લુ વોઈ-જેના જણાવ્યા અનુસાર, તેમની સેનાએ પિંગતુંગની દક્ષિણી કાઉન્ટીમાં આર્ટિલરી અને હથિયારોના દાવપેચ શરૂ કરી દીધા છે.

Advertisement

તમને જણાવી દઈએ કે અમેરિકન હાઉસ સ્પીકર નેન્સી પેલોસી ભૂતકાળમાં ચીનની તાઈવાન મુલાકાતથી નારાજ છે. ચીને ન માત્ર તાઈવાનને ચારે બાજુથી ઘેરી લીધું છે પરંતુ તે લાઈવ ફાયર ડ્રીલની સાથે મિસાઈલ પણ દાગી રહ્યું છે.

Advertisement

ચીનની સાથે તાઈવાનનું સ્ટેન્ડ પણ ઘણું કઠિન છે. તાઈવાનના વિદેશ મંત્રીએ ચીનને સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહ્યું છે કે ચીન અમને કહી શકે નહીં કે તાઈવાને કોનું સ્વાગત કરવું જોઈએ અને કોને નહીં.

Advertisement

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ’14 ચીની યુદ્ધ જહાજો અને 66 વિમાનોએ તેમના દેશને ચારે બાજુથી ઘેરી લીધો છે. જોકે ચીને તેમની સરહદમાં ઘૂસણખોરીનો કોઈ પ્રયાસ કર્યો નથી. અમે અમારા યુદ્ધ જહાજો, ફાઈટર જેટ અને મિસાઈલ સિસ્ટમ સાથે તૈયાર છીએ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!