35 C
Ahmedabad
Sunday, May 19, 2024

ત્રિરંગા યાત્રાની ભીડમાં ધક્કો વાગતાં હર્ષ સંઘવી થયા ગુસ્સો, વડોદરાના મેયરને કહ્યું, સાંભળો, વીડિયો વાઈરલ


હાલ સમગ્ર રાજ્યમાં ત્રિરંગા યાત્રાઓ ચાલી રહી છે ત્યારે કેટલીક જગ્યાએ ધાર્યા કરતા ભારે ભીડ ઉમટી પડતી હોય છે ત્યારે કેટલીક જગ્યાએ અવ્યવસ્થાઓ સર્જાતી હોય છે. આવું જ કંઇક વડોદરમાં જોવા મળ્યું અને અહીં ગુસ્સે બીજુ કોઇ નહીં પરંતુ હર્ષ સંઘવી થયા હતા અને તે પણ વડોદરાના મેયર પર.

Advertisement

વાત જાણે એમ છે કે, વડોદરામાં સોમવારે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સમય દરમિયાન ભીડ વધારે થઇ હતી, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મેયર પર ગુસ્સે થયા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના મેયર કેયૂર રોકડિયાને કહ્યું હતું કે, દૂર ઊભા રહો ભાઈ.

Advertisement

ત્રિરંગા યાત્ર સમયે ભીડમાં ટોળાને કારણે મેયરનો ધક્કો ગૃહમંત્રીને અને તેમનો ધક્કો મુખ્યમંત્રીને વાગ્યો હતો, જેથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મેયર કેયૂર રોકડિયા પર ગુસ્સે ભરાઈ કહ્યું, દૂર ઊભા રહો ભાઈ. આ સાંભળી મેયર કેયૂર રોકડિયા સહિતના હોદ્દેદારો સ્તબ્ધ થયા હતા. જોકે મેયરે તાત્કાલિક બધાને દૂર ખસી જવા જણાવ્યું હતું, જેનો વીડિયો વાઇરલ થતાં લોકોએ કોમેન્ટનો મારો ચલાવી મીમ્સ પણ બનાવ્યા હતા.

Advertisement

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો પર લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી. વડોદરા શહેરમાં ત્રિરંગાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!