અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક પીકઅપ ડાલામાં બળતણના લાકડાની આડમાં 1200 વિદેશી દારૂના બીયરના ટીનનો જથ્થો જપ્ત કરી 3.48 લાખનો મુદ્દામાલનો જથ્થો જપ્ત કરી પીકઅપ ડાલાના ચાલકે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા પીકઅપ ડાલામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે નાકબંધી કરી પીકઅપ ડાલાને અટકાવી તલાસી લેતા પીકઅપ ડાલામાં જલાઉ લાકડાની નીચે સંતાડેલ વિદેશી દારૂના બિયર ટીન-1200 કીં.રૂ.1.44 લાખનો જથ્થો જપ્ત કરી મોબાઈલ, પીકઅપ ડાલું, વિદેશી દારૂ મળી કુલ રૂ.3.48 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી પીકઅપ ડાલા ચાલક પ્રેમલાલ બોતુલાલજી જાટ (રહે,ખેડા ભાનસોલ, માવલી-રાજ) ને દબોચી લઇ પીકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર વિજય જાટ (રહે,પલીચરા, રાજસમંદ- રાજ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી : શામળાજી પોલીસે પીકઅપ ડાલામાંથી બળતણના લાકડાની આડમાં ઘુસાડાતો 1.44 લાખનો દારૂ જપ્ત કર્યો, બુટલેગરને દબોચ્યો
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -