33 C
Ahmedabad
Wednesday, May 8, 2024

અરવલ્લી : બાયડના શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા મોહીનખાન બલોચની લિયો ક્લબના પ્રમુખ તરીકે વરણી


અરવલ્લી જિલ્લામાં લિયો ક્લબ કાર્યરત છે અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે અવ્વલ કામગીરી કરી રહ્યું છે. આ વચ્ચે સમયાંતરે બદલાવની સાથે નવી ટીમ પણ તૈયાર કરવામાં આવે છે, જેમાં નવું પીંછુ ઉમેરાયું. બાયડ લાયન્સ ક્લબના પ્રમુખ તરીકે મોહીનખાન બલોચની વરણી કરવામાં આવી છે.

Advertisement

બાયડ મુસ્લિમ સમાજના યુવા અગ્રણી અને સારસ્વત હાઈસ્કૂલના શિક્ષક મોહીનખાન બલોચની લિયો ક્લબના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. સેવાકીય પ્રવત્તિમાં મોખરાનું સ્થાન ધરાવનાર લિઓ ક્લબના નવા પ્રમુખની વર્ષ 2022/23 માટે વરણી થતાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. કોઇપણ સમયે સમાજ સેવા અને લોકો ઉપયોગી કાર્ય માટે અગળ પડતું કાર્ય કરવા માટે મોખરાનું સ્થાન ધરાવતી લિયો ક્લબમાં નવા હોદ્દેદારની વરણી કરવામાં આવતા સમાજના આગેવાનો, શિક્ષણવિદો, વિવિધ સામાજિક સંસ્થાઓ, પરિવારજનો અને મિત્રવર્તુળમાંથી શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!