37 C
Ahmedabad
Saturday, April 27, 2024

શ્રમિક મહીલાઓ સાથે રક્ષા બંધન ઉજવતા જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા


સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલો જનતા બાગ કે જે હવે પંડિત દિનદયાળ ઉપાધ્યાય બાગ તરીકે ઓળખાય છે તેમાં છેલ્લા એક વર્ષથી બગીચામાં ઘાસ ઉગી નીકળ્યુ હતુ. શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા બગીચામાં સતત વરસાદના કારણે ચારે બાજુ ઘાસનુ જાણે કે જંગલ થઈ ગયુ હોય તેવી સ્થિતિ બની ગઈ હતી. મોર્નિંગ વોક કરવા આવનાર લોકો અને સાંજના બગીચામાં ટહેલવા આવતા નાગરીકો બગીચાની દુર્દશા જોઈ દુખી થતા હતા. આ સમયે મોર્નિંગ વોક માટે આવેલા સુરેશ પાનસુરિયાને ધ્યાને આ બાબત આવતા તેમણે એક સાથે 25 જેટલી શ્રમિક મહીલાઓને બગીચાના ઘાસ કટિંગ અને બીજી સફાઈ માટે મોકલતા બગીચાની જાણે કે સિકલ ફરી ગઈ છે. સુંદર અને આકર્ષક બગીચો લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બની ગયો છે.

Advertisement

Advertisement

બગીચામાં ઘાસ કાપતી મહીલા શ્રમીકો સાથે આજે જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. બહેનો પાસે રાખડી બંધાવી તેમના જીવનમાં સુખ શાંતી રહે તેવી શુભેચ્છા પાઠવી. આ ઉપરાંત આ મહિલાઓને સુરેશ પાનસુરિયાએ વચન આવ્યુ છે કે કોઈ પણ પરિવારમાં દિકરીઓને અભ્યાસ માટે કે બીજી કોઈ જરુરિયાત પડે તો ગમે ત્યારે સુરેશ પાનસુરિયાના કાર્યાલયનો સંપર્ક કરવો.

Advertisement

રક્ષા બંધનના પવિત્ર તહેવારના દિવસે શ્રમીક મહિલાઓને ફળાહાર વગેરે કરાવી સુરેશ પાનસુરિયાએ બગીચાને વધુને વધુ સુવિધા સભર કરવાનો સંકલ્પ કર્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!