27 C
Ahmedabad
Wednesday, May 1, 2024

અરવલ્લી : મોડાસાની કલરવ બાળ મંદિરના ભૂલકાઓએ માનવ સાંકળથી અદભૂત ત્રિરંગો બનાવ્યો


આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આ વર્ષે રાજ્ય કક્ષાના સ્વંતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર મોડાસા શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. આ વચ્ચે શાળા-કોલેજના બાળકો પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં જોડાઈ ગયા છે. ઠેરૃઠેર ત્રિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે તો નાના ભૂલકાઓ પણ આ ઉજવણીમાં જોડાઈ રહ્યા છે.

Advertisement

Advertisement

મોડાસાની કલરવ બાળ મંદિર સ્કૂલના બાળકોએ આઝાદીના અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરી હતી. શાળાના થીયેટર હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ત્રિરંગાની માનવ સાંકળ બનાવી હતી, જેનું ચિત્ર અદભૂત લાગતું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ મોડાસાની કલરવ બાળ મંદિર વિભાગમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના અગાઉ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેથી બાળકોને રાષ્ટ્ર ભાવના વધે.

Advertisement

Advertisement

આ કાર્યક્રમને સફળ બનાવવા કલરવ બાળ મંદિર વિભાગના આચાર્યા ઈલાબહને વ્યાસ તેમજ તમામ શિક્ષિકાઓએ ભારે જહેમત ઉઠાવી હતી, જેને લઈને બાળકોએ આવો સરસ કાર્યક્રમમાં ભાગ લઇ શક્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!