31 C
Ahmedabad
Friday, May 10, 2024

અરવલ્લી : સેલવાસથી પગપાળા કેદારનાથ જવા નિકળેલા હરિઓમ પાંડેનું માલપુરમાં સ્વાગત


પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્ત શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથ ના દર્શને જતા હોય છે. ત્યારે સેલવાસના વતની સનાતની યોદ્ધા શિવ ભક્ત હરિઓમ પાંડેજી પગપાળા સેલવાસથી નીકળી વડોદરા હાલોલ, શહેરા, લુણાવાડા, બાબલિયા ચોકડી થઈ 380 કિમી નું અંતર કાપી માલપુર નગર ખાતે આવી પહોંચતા માલપુર ખાતે શિવ ભક્તો દ્વારા ફુલહાર તેમજ ખેસ સાલ ઓઢાડી હરિઓમ પાંડેનું હર હર મહાદેવના નાથ સાથે મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે માલપુર ખાતે સર્વ સમાજ ના અગ્રણીઓ, યુવાનો, વિવિધ સંસ્થા ના હોદ્દેદારો, શિવ ભક્તો, ઉપસ્થિત રહ્યા હતા. માલપુર સરપંચ મહેશભાઈ ઉપાધ્યાય, જિલ્લા પંચાયત સદસ્ય રાજનભાઈ, હેલોદર જિલ્લા સદસ્ય નિર્ભયસિંહ, અરવલ્લી જિલ્લા એનિમલ વેલ્ફેર ઓફિસર હર્ષુ પંડ્યા, લાલજી ભગત, મયુરભાઈ દરજી, કશ્યપ પટેલ, પરીક્ષિત ગોર, રાજુભાઇ ગોર, અગ્રણી વિનયસિંહ રાઠોડ, માલપુર બ્રહ્મસમાજ પ્રમુખ વિજયભાઈ પંડયા, સચિન કડીયા, ભોલાભાઈ, પીનાકીનભાઇ ગોર, જનકભાઈ કડીયા, તેમજ સૌ ગ્રામ્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ જિલ્લા એનિમલ ઓફિસર હર્ષુ પંડયા દ્વારા સૌ ગ્રામજનોનો આભાર માનવામાં આવ્યો હતો..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!