34 C
Ahmedabad
Saturday, May 4, 2024

ગોધરા: ગણેશનગર સોસાયટીમાંથી ગાયની તસ્કરી કરનારા આરોપીઓને એલસીબીએ ઝડપ્યા


ગોધરા શહેરમા ગણેશ નગર સોસાયટીમાંથી સફેદ કલરની ચોરી થયેલ ગાયનો ગણતરીના દિવસોમાં ભેદ પંચમહાલ જિલ્લા એલ.સી.બી.પોલીસે ઉકેલી નાખ્યો છે.પોલીસ પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ગોઘરા શહેરમાં ગણેશ નગર સોસાયટીમાંથી ચોરી થયેલ ગાયનો ભેદ ઉકેલવા માટે સુચનાઓ આપેલ તે સુચનાના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓએ ટેકનીકલ સર્વેલન્સ આઘારે તેમજ બાતમીદારથી માહીતી મળેલ કે,(૧) મોબીન મકસુદ હયાત રહે.મીઠીખાન મહોલ્લા દારૂ સલામ મસ્જીદની પાછળ ગોધરા (૨) વાહીદ યુસુફ મીઠા રહે. મીઠીખાન મહોલ્લા દારૂસલામ મસ્જીદ પાછળ ગોધરા (૩) ફીરદોસ અજીજ પઠાણ રહે. ઢેસલી ફળીયા ગોધરા (૪) ઈરસાદ યુસુફ મીઠા રહે. દારૂ સલામ મસ્જીદની પાછળ મીઠીખાન મહોલ્લા ગોધરા (૫) વાહીદનો મિત્ર મહંમદ રહે. ગોન્દ્રા ગોધરા નાઓ તા.૯/૦૮/૨૦૨૨ ના રોજ રાત્રીના બે વાગ્યાના સુમારે વાહીદની સીલ્વર કલરની હોન્ડા કંપનીની ફોર વ્હીલ ગાડી લઇને ગણેશનગર સૌસાયટીમાંથી એક ગાયને શીંગડા તેમજ કાન તેમજ દોરડું પકડી ગાયને પાછળથી ધક્કો મારી કારની અંદર ભરી ચોરી કરી લઇ ગયેલ જે ગાય તસ્કરીનો વીડીયો સમગ્ર ગોધરા શહેરમાં વાયરલ થયેલ જૂની ટેકનીકલ સર્વેલન્સ આધારે તેમજ બાતમીદારથી માહીતી મળેલ જે આધારે આરોપી મોબીન મકસુદ હયાત રહે.મીઠીખાન મહોલ્લા દારૂ સલામ મસ્જીદની પાછળ ગોધરા નાઓને એલ.સી.બી. ઓફીસ ખાતે પકડી લાવી અને ચોરી કરેલ ગાય અંગે પુછતા જેઓએ જણાવેલ કે ચોરી કરેલ ગાભણ ગાયને આરોપીઓએ કતલ કરી નીસાર ઉર્ફે નોળીયો હુસેન દુધી રહે. મીઠીખાન મહોલ્લા દારૂ સલામ મસ્જીદની પાછળ ગોંધરા નાઓને ગાયનું માંસ વેચાણ આપેલ હોવાનું કબુલાત કરતા નીસાર ઉર્ફે નોળીયો હુસેન દુધી નાઓને પણ પકડી લાવી એલ.સી.બી. ઓફીસ ખાતે ગાયના બાબતે પુછતા પોતે ગાયનુ માંસ વેચાણથી લીધેલ હોવાની કબુલાત કરેલ છે. જે સંબધે ગોધરા શહેર એ ડીવીઝન પીલીસ સ્ટેશને ડીટેકટ કર્યો છે.

Advertisement

પકડાયેલ આરોપીઓ
(1) મોબીન મકસુદ હયાત
(2) નીસાર ઉર્ફે નોળીયો હુસૈન દુલ્લી,તમામ રહે ગોધરા

Advertisement

પકડવાના બાકી આરોપીઓ
(1) વાહીદ યુસુફ મીઠા
(2) ફીરદોસ અજીજ પઠાણ
(3) ઈરસાદ યુસુફ મીઠા
(4) વાહીદનો મિત્ર મહંમદ તમામ રહે ગોધરા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!