42 C
Ahmedabad
Friday, May 17, 2024

અરવલ્લીના મહેમાન બનેલા CM ભુપેન્દ્ર પટેલે ધનસુરાના અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું


“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આજે ૧૫મી ઓગસ્ટના રોજ 663 અમૃત સરોવર પર ધ્વજવંદન કાર્યક્રમ
અમૃત સરોવરમાં પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે

Advertisement

Advertisement

જળ સંચય થકી ઉન્નતિના લક્ષ્ય સાથે કાર્યરત ગુજરાત સરકારે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં 75 અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આહવાનને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ રાજયમાં કુલ 2,767 સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે. જે પૈકી 33 જિલ્લામાં સ્થિત 2,422 કામો પ્રગતિમાં છે. જ્યારે 15 ઓગષ્ટ, 2022 સુધીમાં 663 અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવ્યા.

Advertisement

ત્યારે આજે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હાજરી આપવા અરવલ્લી પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુખ્ય કાર્યક્રમ બાદ ધનસુરા ગામના તળાવ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ ક્ષણે ધનસુરા અમૃત સરોવરની આસપાસ તિરંગાની રોશની કરવામાં આવી હતી.

Advertisement

રાજ્ય સરકારના આયોજન અનુસાર અમૃત સરોવર થકી પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે તેવો લક્ષ્યાંક છે. જેનાથી ધનસુરા તાલુકાના ગામોને સિંચાઈમાં ફાયદો થશે. આમ, ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના નિર્ધારમાં અમૃત સરોવરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથોસાથ જરૂર પડ્યે તેનું પાણી શુદ્ધ કરી પીવા માટે ઉપયોગમાં લઈ શકશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!