28 C
Ahmedabad
Friday, May 3, 2024

સાબરકાંઠા : વિજયનગરમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર, 10 દુકાનોનો સામાન જળસમાધી..!


લલિત ડામોર, વિજયનગર

Advertisement

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. જિલ્લાના વિજયનગર વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ થતાં દુકાનોમાં પાણી ભરાઈ જવાથી માલ-સામાનને નુકસાન પહોંચ્યું છે.

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી વિજયનગરની સ્થિતિ કફોડી બનવા પામી છે. વિજયનગરમાં ભારે વરસાદને કારણે 10 થી 15 દુકાનોમાં પાણી ભરાઈ જવાથી દુકાનોમાં રહેલા સામાનને નુકસાન પહોંચ્યું હતું. વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતાં દુકાનદારોએ માથે હાથ દેવાનો વારો આવ્યો છે. નગરના જાલેટી પંચાયત આંગણવાડી સહિત મોટા ભાગના કોઝ વે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. આ સાથે જ વિજયનગરની પુણ્ય શીલા નદી બે કાંઠે વહેતી થઈ હતી, તો કેટલાક કોઝ વે પણ તૂટી પડ્યા હતા.

Advertisement

વિજયનગરની જાહેરત આપવા સંપર્ક કરો : Mera Gujarat

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!