અરવલ્લી જીલ્લાના ભિલોડા નગરના બસ સ્ટેન્ડમાં ખિસ્સાકાતરુઓનો આતંક વધી રહ્યો છે બસમાં ચઢતા સમયે અનેક લોકોના ખિસ્સા કપાયા હોવાની બૂમો ઉઠી છે ખિસ્સાકાતરૂઓને પોલીસનો કોઇ ડર જ ન હોય તેમ દિવસ-રાત બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરતાં રહી ઘટનાને અંજામ આપી રહ્યા છે ખીસ્સાકાતરુઓનો ભોગ બનેલ મુસાફરો અગમ્ય કારણોસર ફરિયાદ નોંધાવવાનું ટાળી રહ્યા છે ભિલોડા પોલીસ બસ સ્ટેન્ડમાં કાયમી પોલીસ પોઈન્ટ મૂકવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે
હિંમતનગર ડિવિઝનના અરવલ્લી જીલ્લાના હાર્દસમા ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત એસ.ટી.બસ સ્ટેશન પર ખિસ્સા કાતરૂઓનો આતંક દિન-પ્રતિ-દિન વઘતા મુસાફરો ભયભીત જોવા મળે છે.પોલીસ પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂરિયાત છે.ભિલોડા એસ.ટી.બસ સ્ટેન્ડ પર પોલીસ પોઈન્ટ મુંકવા મુસાફરો માંગ ઉદ્ધવી છે.
ભિલોડા એસ.ટી.બસ સ્ટેશન પર દિવસ દરમિયાન હજ્જારો મુસાફરોની અવર-જવર વચ્ચે સલામતીના ભાગરૂપે સી.સી.ટી.વી કેમેરા સત્વરે લગાવવાની તાતી જરૂરિયાત હોય જાગૃત મુસાફર જનતાએ જણાવ્યું હતું.