31 C
Ahmedabad
Tuesday, May 7, 2024

પંચમહાલ: અડાદરા બજારમાં અરવિંદ કેજરીવાલે આપેલી ગેરંટી પત્રિકાનું વિતરણ કરાઈ


ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં કેવા કામો કરવામાં આવશે એ બાબતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દેશમાં જાણીતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા વિવિધ પ્રકારની ગેરંટી આપવાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાતના તમામ ગામોમાં ગેરંટી પત્રિકાનું વિતરણ કરવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

Advertisement

આજ રોજ કાલોલ વિધાનસભાના વિસ્તારમાં આવેલું વેપારી મથક તરીકે જાણીતા ગામ અડાદરામાં આ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી કરવા પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ ખુદ જવાબદારી લઈને ગ્રાઉન્ડ લેવલ પર ઉતર્યા હતા અને અડાદરા બજારમાં દરેક દુકાનદારો રુબરુ મળીને પત્રિકા આપવામાં આવી હતી. તેમની સાથે સંગઠનમંત્રી જગદીશ પરમાર તથા ગણપતસિંહ પરમાર પણ જોડાયા હતા. વરસતા વરસાદમાં લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ પત્રિકાનું વિતરણ દુકાને દુકાને જઈને કરતા ઘણા વેપારીઓએ ખુબ સારો પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા મળે છે. આ બાબતે દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, અમે ગુજરાતમાં સામાન્ય લોકોનું આર્થિક જીવન ધોરણ ઉંચુ આવે, તમામ વર્ગના લોકોને સમાનરીતે સરકારી યોજનાઓનો લાભ મળે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દુર થાય, સારી શાસન વ્યવસ્થા મળે એવું ઇચ્છીએ છીએ અને આવી સરકાર એ માત્ર આમ આદમી પાર્ટી જ આપી શકે તેમ છે તેનું પ્રમાણ પણ દિલ્હી અને પંજાબની ‘આપ’ની સરકારની કામગીરી દ્વારા લોકોને જોવા મળ્યું છે. આજે દેશ અને દુનિયામાં કેજરીવાલ સરકારની કામગીરી વખાણાય છે ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો કેવી કામગીરી થશે એની જાણકારી લોકો સુધી પહોંચે એ જરૂરી છે તેથી આજે પચાસ જેટલા આજુબાજુના ગામો વચ્ચે એક માત્ર વેપારી મથક તરીકે જાણીતા અડાદરા બજારમાં કેજરીવાલ સાહેબે આપેલી ગેરંટી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું. ખરેખર આશ્ચર્ય પણ થયું કે લગભગ મોટા ભાગના વેપારીઓ ગેરંટી વિશે જાણતા હતા તેથી ખુબ આવકાર મળ્યો અને આમ આદમી પાર્ટીની ગુજરાતમાં જરુર છે, ‘આપ’ ની સરકાર બનવી જ જોઈએ અને સમયે સમર્થન ચોક્કસ કરીશું એવો સાદ પ્રતિસાદ મળ્યો તેમ જણાવ્યું હતું.

Advertisement

પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆની સાથે કાલોલ વિધાનસભાના સંગઠનમંત્રી જગદીશ પરમાર તથા ગણપતસિંહ પરમાર સાથે જોડાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!