43 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક, વીજળી સહિતના મુદ્દે સમિક્ષા


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યકક્ષાના કૃષિ ,ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના માનનીય મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક. બેઠકમાં અરવલ્લી જિલ્લામાં કૃષિ અને ઊર્જા વિભાગને લાગતા પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં UGVCL દ્વારા પોતાની સિદ્ધિઓની માહિતી મંત્રીને આપવામાં આવી.

Advertisement

બેઠકમાં જિલ્લામાં પાણી અને વીજળીની માંગણીને લઇને ચર્ચા કરવામાં આવી. નલસે જલ અને જ્યોતિગ્રામ યોજનાના લાભ લોકો સુધી પહોંચાડવા અંગે સમિક્ષા કરવામાં આવી. અંતરિયાળ ગામોમાં પણ લોકોને વીજળી મળી રહે તે અંગેના જીલ્લાની ચૂંટાયેલી પાંખના સભ્યોના પ્રશ્નોને સાંભળી યોગ્ય નિકાલ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલુકાના ગામોમાં વીજલાઇનના મેન્ટનેન્સ અંગે પણ જરૂરી સૂચન આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લામાં કૃષિને નુકસાન કરતી નીલગાય અંગે પણ ચર્ચા કરવામાં આવી.

Advertisement

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યાર વીજળીની સમસ્યાઓને લઇને ચર્ચા કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ પ્રશ્નો પર ચર્ચા કરાઈ હતી.

Advertisement

આ બેઠકમાં માનનીય મંત્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિના ,જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ , નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર સહિત જિલ્લા વહીવટી તંત્ર અને UGVCLના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!