39 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લી : શામળાજીનો મેશ્વો ડેમ ઓવરફ્લો, 20 ગામને એલર્ટ


અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને ઉપરવાસમાં વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ રહી છે. ભિલોડા તાલુકામાં આવેલ શામળાજીનો મેશ્વો ડેમ પણ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને ડેમ ઓવરફ્લો થતાં 20 થી વધારે ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા છે. મેશ્વો ડેમના આંબલી નાકા ઉપર લેવલ વટાવી દેતા ઓવરફ્લો થયો છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં જરૂરી સૂચનો કરાયા છે.

Advertisement

ચાલુ વર્ષે રાજસ્થાનમાં ભારે વરસાદ થતાં જિલ્લાના મેશ્વો, માઝૂમ, વાત્રક અને વૈડી ડેમમાં પાણીની સારી આવક નોંધાઈ રહી છે ત્યારે મેશ્વો જળાશય પણ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને સચેત કરવામાં આવ્યા છે. સતત પાણીની આવક નોંધાતા મેશ્વો જળાશય છલોછલ થયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!