42 C
Ahmedabad
Saturday, May 18, 2024

છોટાઉદેપુર : સમડી ગામે ઘરના વાડામાં દીપડો દેકાયો, જીવ બચાવવા સ્થાનિક લોકો ઝાડ પર ચઢ્યા


મેરા ગુજરાત,છોટાઉદેપુર
પાવી જેતપુરમાં અંતરિયાળ વિસ્તારના સમડી ગામે આજે બપોરના સમયે ઘરના વાડામાં દિપડો દેખાતા પરિજનો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા હતા.વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી નીચે ઉતારતા રાહતનો દમ લીધો હતો.

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુરના સમડી ગામના રહીશ મોરિયાભાઈ હિમતાભાઈ રાઠવા ખેતરમાં કામ કરતા હતા ત્યારે બોરના લગભગ સવા વાગ્યાના અરસામાં ઘરના વાડા માં અચાનક વન્ય પ્રાણી દીપડો આવીને બેસી ગયો હતો તે સમયે મોરિયાભાઈ પરિજન પત્ની નાહજુબેન રાઠવા તથા તેમની દીકરી કિંજલબેન રાઠવા ગભરાઈ ગયા હતા. અને ડરના માર્યા દોડીને ઘણા વાડામાં આવેલ મકાઈના ખેતરમાં આવેલ આમલીના ઝાડની ટોચ ઉપર ચઢી ગયા હતા. આ વાતની જણ ગ્રામજનોને થતા વન વિભાગને જાણ કરી હતી. આખરે દીપડો ત્યાંથી ક્યાંક જતો રહ્યો હતો પરંતુ ગ્રામજનોમાં ડર યથાવત હતો, પરંતુ એક કલાક બાદ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી જતા ઝાડ પર ચઢી ગયેલ બન્ને જણાને નીચે ઉતાર્યા હતા.

Advertisement

આ દીપડા ઉપર વન વિભાગ નજર રાખી રહ્યું છે. અને તેની સમ હિલચાલ પર નજર રાખીને જરૂર લાગે તો પકડવાની પણ તૈયારીઓ રાખી હોવાનું પાવી જેતપુરના વન વિભાગના અધિકારી વનરાજ સોલંકી જણાવી રહ્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!