42 C
Ahmedabad
Saturday, May 18, 2024

સાબરકાંઠા : વિજયનગરના વણકર સમાજે ઈંદ્ર મેઘવાલની હત્યાને પગલે મામલતદારને આવેદનપત્ર આપી, આક્રોશ ઠાલવ્યો


હાલ સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ જાતિવાદી અસમાનતા દૂર થઇ શકી નથી અગમ્ય કારણોસર જાતિવાદી માનસિકતામાં નોંધપાત્ર વધારો થયો છે દેશના ખૂણેખૂણામાં દલિતો પર સતત અત્યાચારો થઇ રહ્યા છે

Advertisement

રાજસ્થાનના જાલોરમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત અરવલ્લી જીલ્લામાં જોવા મળી રહ્યા છે .વિદ્યાર્થીએ શિક્ષકના માટલામાંથી પાણી પીતા તેને ઢોર માર મર્યો હતો જેને પગલે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી બાળકને સારવાર અર્થે અમદાવદની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં માસુમ બાળકે સારવાર દરમ્યાન દમ તોડયો હતો. તે ઘટનાને લઈને ગુજરાત ભરના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

Advertisement

સાબરકાંઠા જીલ્લા ના વિજયનગર તાલુકાના વણકર સમાજ અને અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર આપી માસુમ વિદ્યાર્થીને ઢોર માર મારી હત્યા કરનાર શિક્ષકને ફાંસીની સજા કરવામાં આવેની માંગ કરી હતી દેશમાં સતત દલિત સમાજ પર થતા અમાનુષી અત્યાચાર પર રોક લગાવામાં આવેની ઉગ્ર માંગ કરી હતી.

Advertisement

શું છે સમગ્ર મામલો વાંચો
સુરાણા ગામના સરસ્વતી વિદ્યામંદિરમાં ધો-3 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ સમાજના બાળકને સ્કૂલના સંચાલક છૈલ સિંહે પોતાના માટલામાંથી પાણી પીવા બદલ સખત માર માર્યો હતો અને જ્ઞાતિસૂચક શબ્દોથી અપમાનિત પણ કર્યો હતો શિક્ષકના મારથી ગંભીર બનેલ બાળકને બચાવવા રાજસ્થાન સહીત ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર લીધી હતી અને આખરે છેલ્લે ઈંદ્ર કુમાર મેઘવાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!