28 C
Ahmedabad
Wednesday, May 1, 2024

અરવલ્લી : મેઘરજના રામગઢી પ્રા.શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરી, જાણો કેમ


પોતાનું બાળક કંઈક શીખે અને આગળ વધે તેમજ પોતાના વિચારોને મજબૂત બનાવે તે હેતુ થી વાલીઓ પોતાના બાળકને શિક્ષણ માટે શાળામાં મુકતા હોય છે અને વાલીઓ પણ શિક્ષકો પર વિશ્વાસ રાખતા હોય છે કે મારાં બાળકને સારુ અને પાયાનું શિક્ષણ મળી રહે. કહેવત છે કે એક શિક્ષક સો માતાની ગરજ સારે પણ અહીં શિક્ષક ની કહાની કંઈક અલગ જ છે ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકામાં આવેલી રામગઢી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો એક શિક્ષક જેના થી વાલીઓ તેમજ ગ્રામજનો રોશે ભરાયા છે.જેમાં ધોરણ 6 થી 8 મા ફરજ બજાવતો શિક્ષક વારંવાર નશામા ચુસ્ત રહી શાળામાં ફરજ દરમિયાન પણ નશો કરી વિધાર્થીઓ ને ભણાવવાં આવતા રામગઢી ગામના વાલીઓ તેમજ ગ્રામજનો રોશે ભરાયા હતા.

Advertisement

વધુમાં આ શિક્ષક દ્વારા શાળાના સમય દરમિયાન વારંવાર નશીલા પદાર્થો નું સેવન કરતો હોવાનું ગ્રામજનો અને વાલીઓ એ જણાવ્યું હતું.ત્યારે આ બાબતે વાલીઓના જણાવ્યા મુજબ શિક્ષક વારંવાર શાળામા નસીલા પદાર્થોનું સેવન કરીને આવતો હોય છે જેના કારણે બાળકોના ભવિષ્ય સાથે હાલ ચેડા થઇ રહ્યાં છે અને વધુમાં આ શિક્ષક બાબતે તાલુકા તેમજ જિલ્લામાં રજૂઆત કરવામાં આવી છે તો પણ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી તેમજ વાલીઓ દ્વારા જાણવા મળ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ રામગઢી ગામના વાલીઓ તેમજ ગ્રામજનો એ શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો. અને શાળાને તાળાબંધી કરી હતી અને જયા સુધી આ શિક્ષક ની બદલી અન્ય જગ્યાએ નહિ કરવામાં આવે ત્યાં સુધી શાળાને તાળા માળવામાં આવશે તેમજ જાણવા મળ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!