33 C
Ahmedabad
Saturday, May 18, 2024

પંચમહાલ- યાત્રાધામ પાવાગઢ સેલ્ફી પોઈન્ટ પાસે ટેમ્પો ખીણમાં ખાબક્યો, ચાલકને આબાદ બચાવ


ગોધરા

Advertisement

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહેસાણાથી ઘીનો જથ્થો લઈને આવેલો ટેમ્પો પરત ફરતી વખતે ડ્રાઈવરે કાબુ ગુમાવતા તળેટીમાં ખાબક્યો હતો. સેલ્ફી પોઈન્ટ પાસે થયેલા અકસ્માતમાં ડ્રાઈવરને પગે ગંભીર ઈજા પહોચતા તેને ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

Advertisement

 

Advertisement

પાવાગઢના માચી થી તળેટીમાં નીચે પરત ફરી ર રહેલો એક આઇસર ટેમ્પો સેલ્ફી પોઇન્ટ પાસે ખીણમાં ખાબકતા અકસ્માતની ઘટના બની હતી. જેમા ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.મળતી માહિતી અનુસાર મેહસાણા થી પાવાગઢ મંદિર માં ઘી લઇને ટેમ્પો આવ્યો હતો અને ઘી ખાલી કરીને ટેમ્પો પરત નીચે તળેટીમાં ઉતરી રહ્યો હતો, ત્યારે સેલ્ફી પોઇન્ટ પાસે ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડ ઉપર લગાવવામાં આવેલી રેલિંગો તોડીને ટેમ્પો નીચે ખીણ માં ખાબક્યો હતો.ટેમ્પો સાથે સો ફૂટ નીચે ખીણમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા ડ્રાઇવરને સ્થાનિક પાવાગઢ થી માચી ફરતી જીપોના ડ્રાઇવરોએ ખીણમાં ઉતરીને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલ ની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!