43 C
Ahmedabad
Saturday, May 18, 2024

આ ભઈએ પોનસો કીધા એટલે, મન હું હમજો સો.. ભઈ… 4 થહીં… સાબરકાંઠાના વડાલીમાં TRB જવાનનો વીડિયો વાઈરલ


TRB જવાનો નહીં લે સુધરવાનું નામ, વધુ એક વીડિયો વાઈરલ
4 હજાર થશે બાકી કોઇ વાત જ નહીં..
સુરતની ઘટના ઘટના છતાં સુધરવાનું નામ નહીં લે કે શું…

Advertisement

સુરતમાં ટીઆરબી જવાનોની મનમાની અને દાદાગીરીનો વીડિયો સામે આવ્યા પછી અને ધારાશાસ્ત્રી પર હુમલાની ઘટના પછી સુરત પોલિસ એક્શનમાં આવી છે. સમગ્ર ઘટનાના વિપરિત પડઘાં પડતા 37 ટીઆરબી જવાનો પર કાર્યવાહી કરવામાં આવી છે જોકે કેટલાક જિલ્લાઓમાં પરિસ્થિતિમાં કોઇ જ ફેર ન પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

શહેરમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પોલીસની સાથે TRB જવાનોને પોઇન્ટ પર ઊભા રાખવામાં આવે છે,પણ કેટલાક ટીઆરબી કર્મીઓ ખિસ્સું ભરવા માટે વાહન ચાલકો પાસે થી ચલણના નામે પૈસા પડાવતા હોય છે. આવો એક કિસ્સો હાલમા સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના ટ્રાફિક પર ફરજ બજાવતા TRB જવાને એક વાહન ચાલકને ઉભો રાખી ગાડીના જરૂરી કાગળો માગ્યા હતા, ત્યારે વાહન ચાલક પાસે કાગળ ન હોય તેને લઈને મેમો આપવાની જગ્યાએ TRB ના જવાને 4000 રૂપિયાની લાંચ માગી હતી અને વાહન ચાલક દ્વારા સમગ્ર મામલો 500 રૂપિયામાં પતાવી દેવાની લેવડદેવડનો વિડીયો વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધેલ જેની ખબર TRB ના જવાન થતા તેણે મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
જુઓ TRB જવાનનો વાઈરલ થયેલ વીડિયો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!