31 C
Ahmedabad
Sunday, May 19, 2024

AAP પછી કોંગ્રેસની લ્હાણી વરસાવી, જૂની પેન્શન યોગના લાગૂ કરવા સહિત 11 ગેરંટી, રાજ્યની મુલાકાતે અશોક ગેહલોત


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર તમામ પોલિટિકલ પાર્ટીઓની નજર છે કારણ કે ગુજરાત મોડલ પર કેન્દ્રમાં ભાજપની સરકાર છે તો બીજી બાજુ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તા પર ભાજપને હટાવી પરિવર્તનના વંટોળ સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ આરોગ્ય, શિક્ષણ, રોજગારી સહિત સરકારી કર્મચારીઓને લઇને કેટલીય જાહેરાતો કરી દીધી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ હવે વાયદાઓ આપવાના શરૂ કરી દીધા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને તેમણે પત્રકાર પરિષદ યોજી પ્રજાલક્ષી જાહેરાતો કરી છે, જેમાં 10 જેટલી ગેરંટી આપી છે.

Advertisement

1. મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના – તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર, રૂ. 5 લાખનો અકસ્માત વીમો.
● એમઆરઆઈ, સીટી-સ્કેન, એક્સ-રે, બ્લડ ટેસ્ટ, કોવિડ ટેસ્ટ સહિતના તમામ પરીક્ષણો મફત છે.
●ઓર્ગન (કિડની, લીવર, હાર્ટ વગેરે) – બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ટ્રાન્સપ્લાન્ટ અને ઈમ્પ્લાન્ટ સહિત ઓક્યુલર ઈમ્પ્લાન્ટ     વિના મૂલ્યે,
2. જૂની પેન્શન સ્કીમ (પ્રી-પેન્શન સ્કીમ) – 1 જાન્યુઆરી 2004 પછી નિમાયેલા સરકારી કર્મચારીઓ માટે પૂર્વ-પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે.
● માનવીય અભિગમ. એનપીએસ. શેરબજાર,
3 અલગથી કૃષિ બજેટ.
● રાજસ્થાનના 33 માંથી 16 જિલ્લામાં દિવસ દરમિયાન કૃષિ વીજળી આપવામાં આવે છે, બાકીની આગામી વર્ષ         સુધી આપવામાં આવશે.
● કૃષિ વીજ જોડાણ પર દર મહિને રૂ. 1000ની સબસીડી,
4. દૂધ આપનાર ડેરી ખેડૂતોને પ્રતિ લીટર રૂ.5ની સબસીડી.
5. ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના.
6 ઉત્તમ કોવિડ મેનેજમેન્ટ, ભીલવાડા, રામગંજ મોડલ. શ્રી રઘુ શર્મા આરોગ્ય મંત્રી હતા.
● કોવિડમાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 50,000 રૂપિયાની આર્થિક સહાય,
● વિધવા મહિલાઓ 1 લાખ અને વિધવા પેન્શન આપવામાં આવી રહ્યું છે.
● અનાથ બાળકોને 1 લાખ રૂપિયા રોકડા, 5 લાખ રૂપિયાની FD, સહાયક પેન્શન અને શિક્ષણ આપવામાં આવે         છે.
7 ઇન્દિરા રસોઈ યોજના-
8 રૂપિયામાં ગુણવત્તાયુક્ત ભોજન, 358 જગ્યાએ કાર્યરત, 1000 કરી રહ્યા છે.
8. 1 લાખ 29 હજાર નોકરીઓ આપવામાં આવી છે, 1 લાખ પ્રક્રિયામાં છે અને 1 લાખ વધુ આપવામાં આવશે.
● ગુજરાતમાં 14 પેપર લીક. જ્યારે રાજસ્થાનમાં એક જ ઘટનામાં દોષીતોને જેલમાં મોકલ્યા અને ફરી પેપર કરાવ્યા.
9. 1400 નવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવી છે.
10. 21,449 કરોડના ખર્ચે 7920 કિમીના નવા રસ્તાઓનું નિર્માણ, ગુજરાત કરતાં વધુ સારા રસ્તા.
11. દરેક બ્લોકમાં RICO ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 11 લાખ કરોડના એમઓયુ થકી રાજસ્થાનનું રોકાણ. RIPS પોલિસી, MSME પોલિસીમાં કસ્ટમાઇઝ્ડ પેકેજ – 3 વર્ષ માટે પરવાનગી લેવાની રહેશે નહીં.

Advertisement

આગામી દિવસોમાં રાજ્યના શિક્ષકો જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માંગ સાથે હડતાળમાં જોડાવાના છે ત્યારે આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ સૌથી મોટી જૂની પેન્શન યોજના લાગૂ કરવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ આ પહેલા મોટાભાગની જાહેરાતો કરી દીધી છે તો બાકી રહેલી કોંગ્રેસ પાર્ટીએ વાયદાઓ કર્યા છે હવે ભાજપ કયા વાયદાઓ લઇને પ્રજા સુધી પહોંચશે તો જોવું રહ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!