43 C
Ahmedabad
Sunday, May 19, 2024

ગુજરાતમા લસણનો ભાવ આસમાને…. મધ્યપ્રદેશમાં લણસ નદીમાં પધરાવી દીધું, ખેડૂતે કરી મનની વાત, સાંભળો


મેઘરાજાની મહેર હવે ચારે કોર અતિ ભારે ગતિએ ચાલી રહી છે. ત્યારે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે આજે બજારમાં દરેક વસ્તુઓના ભાવ વધતા જાય છે પરંતુ ખેડૂતોએ પકવેલા પાક જેમ કે ઘઉં હોય કે બીજા અન્ય અનાજો, લસણ હોય, બટાટા, ટામેટાં તમામ શાકભાજીઓ લોકો ને ઓછા ભાવે જોઈતી હોય છે. જ્યારે આજે પણ શાકભાજીઓના ભાવ એવાને એવા જ છે ત્યારે આજે મજૂરી કરતા મજૂરોની પણ વેતન વધી છે તો આ ખેડૂતો ઉનાળામાં તડકો તેમજ ચોમાસામાં વરસાદી વાતાવરણનો સામનો કરી અને તેઓ ખેતરમાં કડી મજૂરી કરતા હોય છે ત્યારે હવે અતિ ભારે વરસાદના કારણે ખેડૂતો પાકમાં નુકસાનીની હાલાકી ભોગવી રહ્યા છે.

Advertisement

મધ્યપ્રદેશમાં હાલ એક ખેડૂતને બજાર માં લસણનો ભાવ સારો ન મળતાં લસણ ફેંકી દેવા મજબૂર બનવું પડ્યું છે તેમને ઉત્તમ ગુણવત્તાવાળા આ લસણને એક ટ્રક ભરાય એટલી લસણ ભરેલી બોરીઓ ચામલા નદીમાં પધરાવી દેવી પડી છે. બજાર માં પાકનું પોષાય એવું વળતર ન મળતાં નિરાશા વ્યાપી છે. ખેડૂતો પાક માટે લીધેલા પૈસા પણ ચૂકવી ન શકતા કરજનું મોજુ ફરી વળ્યુ છે.જેથી તેઓ હવે આ ખેતી કરવાનું છોડવા મજબૂર બન્યા છે કારણ કે અત્યારે બધા જ ધંધામાં બઢતી આવે છે અને તેઓ પરિવારનું પાલનપોષણ સારી રીતે કરી શકે છે જ્યારે ખેડૂતો તેમની આવક મહેનત કરતા ખૂબ જ ઓછી મળતા તેઓ પરિવારનું પણ પાલનપોષણ સારી રીતે કરી શકતા નથી તેમ જ ખેડૂતો માથે હવે નુકસાનીના વાદળો છવાઈ ગયા છે.

Advertisement

જુઓ વીડિયો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!