અરવલ્લી જીલ્લામાં શ્રાવણના અંતિમ દિવસોમાં ભારે જમાવટ કરી છે સતત વરસતા વરસાદથી જનજીવન પ્રભાવીત થયા છે મેઘરજ પંથકમાં ભારે પવન સાથે અનાધાર વરસાદ વરસતા નાના-મોટા વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ બની છે રોલા નજીક ઘટાદાર મહુડાંનું અને મેઘરજના દરજીવાડા વિસ્તારમાં મહાકાય વૃક્ષ વીજલાઈન પર પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો રોડ પર ઝાડ પડતા રસ્તો બ્લોક થતા વીજકર્મીઓએ શ્રમિકોની મદદથી વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો
અરવલ્લી જીલ્લામાં મેઘમહેર અવીરત રહેતા જીલ્લામાં આવેલા નદી,નાળા અને જળાશયો તેમજ ચેકડેમ છલકાઈ રહ્યા છે મંગળવારે રાત્રે મેઘરજ,મોડાસા અને ભિલોડા પંથકમાં ભારે પવન સાથે વરસાદ ઝાપટા રૂપી વરસતા નીચાણવાળા વિસ્તરો અને ખેતરોમાં પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે પવન સાથે વરસાદ ખાબકતા વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે