SP સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં પ્રોહીબીશનની ચુસ્ત અમલવારી માટે જીલ્લા પોલીસને શખ્ત સૂચના આપવામાં આવી છે બીજીબાજુ અરવલ્લી જીલ્લાની આંતરાજ્ય સરહદો પરથી દારૂની લાઈન ચાલુ થઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે દારૂની લાઈન માટે વહીવટદારો સ્થાનિક પોલીસ સાથે તાલમેલ ગોઠવી દીધો છે જીલ્લા પોલીસતંત્રમાં રહેલા કેટલાક પોલીસકર્મીઓ વહીવટદારની ભૂમિકા ભજવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લાની અંતરિયાળ વિસ્તારની સરહદો પરથી રાત્રે 1 થી સવારે 4 વાગ્યા સુધી ગ્રામ્ય વિસ્તારના રોડ પરથી કાર અને એક્સયુવી ગાડીઓની સંદિગ્ધ હેરાફેરીથી લોકોમાં કુતુહલ જાગ્યું છે
ઇસરી પોલીસ પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે પંચાલ ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી વેગનઆર કાર અને આઈ-20 કારમાંથી 4.35 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગરોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ઇસરી પીએસઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે મંગળવારે રાત્રે પંચાલ ત્રણ રસ્તા નજીક નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા બે કારમાં વિદેશી દારુની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે બાતમી આધારીત પુરપાટ ઝડપે પસાર થતી મારુતી વેગનઆર અને આઈ-20 કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ,બિયર અને દારૂના ટેટ્રા પેક નંગ-3169 કીં.રૂ.435200/- નો મુદ્દામાલ કબ્જે કરી બને બુટલેગરોની ધરપકડ કરી વિદેશી દારૂ, કાર, મોબાઈલ સહીત રૂ.13.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
પોલીસ પકડમાં આવેલા બુટલેગરોના નામ વાંચો
1)કેતન સુરેન્દ્ર યાદવ (રહે,મેવડા, વીંછીવાડા-ડુંગરપુર,રાજસ્થાન)
2)વિજયપાલ દેવીલાલ મીણા (રહે,બોરી-ડુંગરપુર,રાજસ્થાન)